________________
८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્માના અનસ્તિત્વથી મોક્ષ અને મોક્ષનો ઉપાય મિથ્યા ઠરે છે.
આ પ્રમાણે શિષ્ય પોતાના અંતરની શંકા વ્યક્ત કરે છે. આત્મતત્ત્વ સંબંધી વિચારણા કરવાથી શિષ્યના અંતરમાં આત્માના અસ્તિત્વ વિષે શંકા જાગે છે, જે તે શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. આત્માના હોવાપણા વિષે તેને શંકા ઉદ્દભવવાથી તથા ન્યાય દેઢ નહીં થવાથી તે શ્રીગુરુને પ્રશ્નો પૂછી સમાધાન મેળવવા ઇચ્છે છે. તે નિઃશલ્ય થવા અર્થે શ્રીગુરુ પાસે પોતાની શંકા પ્રગટ કરી તેનું યથાયોગ્ય સમાધાન માંગે છે. તે કહે છે –
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’ અત્યંત વિનય સહિત શિષ્ય શ્રીગુરુને કહે છે કે મારા અંતરની શંકાનું સમાધાન કરો. કૃપા કરી આપ મારા અંતરની સમસ્યાનો ઉકેલ આપો. આ હૃદયગત સંશયના નિવારણનો સાચો ઉપાય દર્શાવો કે જેથી મારું ચિત્ત સમાધાન પામે.” શિષ્ય દશ્ય પદાર્થોને સ્વીકારે છે અને અદશ્ય એવા આત્માના હોવાપણા વિષે તેને શંકા થાય છે, પરંતુ અદશ્ય પદાર્થો યુક્તિ વડે સિદ્ધ કરી શકાય એ તેના ખ્યાલમાં છે, તેથી તે આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવા અર્થે શ્રીગુરુને વીનવે છે.
શિષ્ય શ્રીગુરુનું સમાધાન સ્વીકારવા તત્પર છે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ તે જાણવા-સ્વીકારવા માંગે છે. શ્રીગુરુને પ્રશ્નો કરવા પાછળ તેનો આશય સત્ય સમજવાનો જ છે. અન્ય કોઈ મલિન હેતુ નથી. તે જિજ્ઞાસાવૃત્તિવાળો છે, કદાચતી નથી. શિષ્યને ‘હું જાણું છું, હું સમજું છું, હું માનું છું તે જ સત્ય છે' એવો આગ્રહ નથી. તેને પોતાના અજ્ઞાનનો સ્વીકાર છે. જો અજ્ઞાનનો સ્વીકાર કરવામાં ન આવે તો એવો વિપરીત ભાવ રહે છે કે “મને બધી ખબર છે'; અને તેથી તે જીવ જ્ઞાનીના ચરણોમાં ઝૂકી શકતો નથી. શિષ્યને પોતાના અજ્ઞાનનું ભાન છે, તેથી તે શ્રીગુરુના ચરણોમાં સમર્પિત ભાવે રહી જ્ઞાન તરફ પગલાં ભરે છે.
હું કંઈ જ જાણતો નથી એ ભાવ હોવાથી તેનામાં સાચું શિષ્યત્વ પ્રગટે છે. શિષ્ય એટલે શીખવાની વૃત્તિ ધરાવનાર. શિષ્યનો અર્થ છે જેની અંદર શીખવાની તરસ જાગી છે તે. શીખવા માટે જરૂરી નમતા જેનામાં હોય તે છે શિષ્ય. બીજા પાસેથી શીખવું તે અહંકારને મોટો ઘા કરવા બરાબર છે અને જેનો અહં મૂકે છે તેને સત્યની પ્રાપ્તિ દૂર નથી.
અહંના કારણે જીવની શીખવાની ક્ષમતા ખોવાઈ ગઈ છે. શીખવાની ક્ષમતા પ્રગટાવનાર જીવ શિષ્ય બની શકે છે. શીખવાની તરસ એ એક મહત્ત્વની ઘટના છે, કારણ કે શીખવાની ઇચ્છાનો અર્થ છે - પ્રથમ એ સ્વીકારવું કે ‘મને કંઈ આવડતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org