________________
ગાથા-૮૨
૬૬૯ દોષ નથી, તેમજ આ બન્નેનો અનાદિકાલીન પ્રવાહ સિદ્ધ થાય છે. બીજ-અંકુરની ધારા પ્રમાણસિદ્ધ હોવાથી અનાદિ હોવી જેમ વિરુદ્ધ નથી, તેમ આ ધારા અંગે પણ જાણવું. દ્રવ્યકર્મ-ભાવકર્મની અનાદિ એવી આ ધારાઓ શુક્લધ્યાનથી દાહ પામે ત્યારે નાશ પામી જાય છે, જેમ કે બીજ કે અંકુરમાંથી એકનો પણ નાશ થતાં બીજ-અંકુરની પરંપરા અટકી જાય છે.
આ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મનો બીજ-અંકુરની જેમ અનાદિ પરસ્પર કારણકાર્ય સંબંધ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંતતિની દષ્ટિએ અનાદિ કારણ-કાર્યભાવ છે, છતાં વ્યક્તિશઃ વિચારવામાં આવે તો કોઈ એક દ્રવ્યકર્મનું કારણ કોઈ એક ભાવકર્મ જ બનતું હોવાથી તેમાં પૂર્વાપર ભાવ નિશ્ચિત કરી જ શકાય છે. જે ભાવકર્મથી જે દ્રવ્યકર્મ ઉત્પન્ન થયું છે, તે તો તે ભાવકર્મનું કાર્ય જ છે, કારણ નહીં. આ પ્રમાણે વ્યક્તિની દૃષ્ટિએ પૂર્વાપર ભાવ છતાં જાતિની દૃષ્ટિએ પૂર્વાપર ભાવ ન હોવાથી બને અનાદિ છે. જાતિ અપેક્ષાએ પૂર્વાપર ભાવના અભાવના કારણે બન્ને અનાદિ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ પ્રવાહથી અનાદિ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ સંતતિની દૃષ્ટિએ અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
આમ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ એકબીજાનાં કારણ છે. રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિમાં પૂર્વે ઉપાર્જેલું દ્રવ્યકર્મ નિમિત્તભૂત છે. તે પૂર્વોપાર્જિત દ્રવ્યકર્મ જ્યારે ફળ આપવા માટે ઉદયમાન થાય છે ત્યારે આત્મા તેમાં જોડાઈને રાગાદિમાં પ્રવર્તે છે. તે પ્રવર્તનમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે. વળી, તે રાગાદિ પરિણમનથી ફરી દ્રવ્યકર્મ બંધાય છે. રાગાદિ પરિણમન એ ભાવકર્મ છે અને તે વડે આત્મા નવાં કર્મ બાંધે છે. આ પ્રમાણે દ્રવ્યકર્મના ઉદયકાળે ભાવકર્મમાં પરિણમન અને તે પરિણમનથી નવીન દ્રવ્યકર્મનું ઉપાર્જન, પુનઃ તે દ્રવ્યકર્મનો ઉદય અને તે નિમિત્તે વિભાવમાં પરિણમન એમ કારણકાર્યની સાંકળ લંબાયા જ કરે છે.
દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછું દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ, એ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવ વડે સંસારમાં પરિભ્રમણ થાય છે. દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એવું ચક્ર ચાલ્યા કરે છે અને તેથી જન્મ-મરણના ફેરારૂપ ભવચક્ર પણ ચાલ્યા જ કરે છે.
દ્રવ્યકર્મના ઉદયકાળે જીવ જો કષાયભાવ ન કરે, વિભાવભાવે ન પરિણમે, તટસ્થ રહી જ્ઞાતા-દ્રષ્ટાપણે સમભાવે કર્મને વેદી લે તો કારણ-કાર્યની સાંકળ લંબાતી નથી. આ પ્રમાણે કર્મ અને આત્માનો સંબંધ માત્ર નિમિત્ત-નૈમિત્તિક છે. જે કાળે કર્મરૂપી નિમિત્તનો ઉદય થાય, તે કાળે આત્મા વિભાવપરિણામને ભજે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org