________________
ગાથા-૭૭
પ૮૩ આપવા દુ:ખદાયક સામગ્રી તેમના પહેલાં જ બનાવી દીધી? વળી, કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીય પણ નથી તથા દુ:ખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તેનું અસ્તિત્વ હોય તો તો તે જેવી પણ હોય, બરાબર છે; પરંતુ જો બનાવવાવાળો બનાવે તો તે પ્રયોજન સહિત જ બનાવે, તે આવી નિરર્થક વસ્તુ શા માટે બનાવે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે એ મિથ્યા માન્યતા છે. ઉપરનાં કારણોથી ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે એ વાત અથવા ઈશ્વરમાં કર્તાપણાનો ગુણ છે એ વાત ટકી શકતી નથી.
વળી, ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરને લોકનો રક્ષક - સૃષ્ટિનો પાલનકર્તા કહે છે તે પણ યુક્તિસંગત નથી લાગતું, કારણ કે રક્ષક હોય તે તો બે કાર્ય કરે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણે ઉત્પન્ન ન થવા દે તેમજ સુખને નાશ કરનારાં કારણો પણ ઉત્પન્ન ન થવા દે. પણ લોકમાં તો દુ:ખ ઉપજાવનારાં કારણ દરેક જગ્યાએ જોવા મળે છે અને તેનાથી જીવો દુઃખી થતાં દેખાય છે. જે દુ:ખી થવા ન દે, મળેલું સુખ ખૂટી ન જાય એવી રીતે રક્ષા કરે તેનું નામ પાલનકર્તા કહેવાય; પણ વિશ્વમાં નજર કરવામાં આવે તો સાવ ઊલટું જ નજરે ચઢે છે. જગતમાં સુખી જીવો થોડા દેખાય છે અને દુઃખી જીવો ઘણા દેખાય છે. જીવોનો વિશેષ ભાગ સુધા, તૃષા, ટાઢ, તાપ, સંયોગ, વિયોગ, રોગ, શોક વગેરેથી હેરાન થઈ રહ્યો છે. તેમને ભૂખ-તરસ આદિ લાગી રહ્યાં છે, શીત-ઉષ્ણાદિ વડે દુઃખ થાય છે. જીવો એકબીજાને શસ્ત્રો વડે દુ:ખ ઉપજાવે છે. વળી, વિનાશનાં કારણ પણ અનેક જોવા મળે છે, જેમ કે રોગાદિ અથવા અગ્નિ-વિષશસ્ત્રાદિ. આ પ્રમાણે જો બન્ને પ્રકારથી ઈશ્વરે રક્ષા કરી નહીં તો ઈશ્વરે રક્ષક થઈને શું કર્યું? ઈશ્વરનું રક્ષકપણું ક્યાં રહ્યું?
કેટલાક એમ દલીલ કરે છે કે ઈશ્વર રક્ષક જ છે. તેણે ક્ષુધા-તૃષાદિ મટાડવા અર્થે અન્ન-જળાદિ બનાવ્યાં છે, તે કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે. આમ, અનેક પ્રકારથી ઈશ્વર રક્ષા કરે છે. તેમને એમ પૂછી શકાય કે જો એમ છે તો જ્યાં જીવો સુધા-તૃષાદિ વડે ઘણાં પીડાય છે, અન્ન-જળાદિ તેમને મળતાં નથી, સંકટ વખતે કોઈ સહાય મળતી નથી, ત્યાં તેમની રક્ષા ઈશ્વરે કેમ ન કરી? આના જવાબમાં તેઓ કહે છે કે એ જીવોનાં પોતાનાં કર્મનું ફળ છે. એ તો કર્માધીન છે. પરંતુ આ જવાબ તો ઠગવૈદ્યના જેવો ઠર્યો. રોગીને આરામ થાય તો ઠગવૈદ્ય કહે છે કે “એને મારી દવાથી આરામ થયો છે.' લોભી, જૂઠો, શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તો કહે છે કે “મારા કરવાથી'; પણ રોગીનો રોગ વધે અથવા મરી જાય તો ઠગવૈદ્ય કહે છે કે “એ તો કર્માધીન છે. તેનું આયુષ્ય ન હતું તેથી મરી ગયો.' જ્યાં બૂરું થાય - મરણ થાય ત્યાં તે કહે છે કે “એનું એમ જ થવા યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org