________________
૫૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસુંદર એવાં પ્રાણીઓને ઈશ્વરે કેમ બનાવ્યાં? સર્પ, વીંછી, માંકડ વગેરે દુ:ખદાયી પ્રાણીઓ કે જે કોઈને પણ સારાં લાગતાં નથી, તેમજ જે બનાવનારની સેવા પણ કરતાં નથી, તેને શા માટે બનાવ્યાં? દરિદ્ર, દુઃખી આદિને જોવાથી પણ જુગુપ્સાદિ દુ:ખ ઊપજે છે તો તેની રચના શા માટે કરી?
કોઈ એમ કહે કે જીવ પોતાના પાપ વડે ઇયળ, કીડી, દરિદ્ર, નારકી આદિ અવસ્થા ભોગવે છે; તો એમ પૂછી શકાય કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે તે જીવોએ કયું પાપ કર્યું કે તેમની આવી અનિષ્ટ અવસ્થા થઈ? ઈશ્વરે તેમને નિર્મળ બનાવ્યા હતા એમ કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે પાછળથી તેમને આવું પાપ કેવી રીતે ચોંટ્યું? તે જીવો પાછળથી પાપરૂપ પરિણમ્યા તો કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ તેમ પરિણમ્યા એમ કહેવામાં આવે તો એમ જણાય છે કે ઈશ્વરે પહેલાં તો તેમને નિપજાવ્યા, પણ પાછળથી તેઓ ઈશ્વરને આધીન રહ્યા નહીં તેથી ઈશ્વરને દુઃખ થયું. તો પ્રશ્ન થાય કે જો ઈશ્વર બનાવતી વખતે જીવોને નિર્મળ બનાવી શક્યા, તો પાછળથી સર્વશક્તિમાન ઈશ્વરના હાથમાં તેમને નિર્મળ જ રાખવાની સત્તા શું ન રહી? વળી, જગતમાં જીવોને ઈશ્વરે પ્રથમ નિર્મળ બનાવ્યા, પણ ઈશ્વરના કહેવા પ્રમાણે નહીં વર્તવાથી તે પાપી થયા એમ માનવું અયુક્ત છે, કેમ કે વિચારતાં સમજાય છે કે જો ઈશ્વરે જીવોને નિર્મળ બનાવ્યા, તેથી તેમનામાં પાપ કરવાની શક્તિનો સંભવ જ કેમ મનાય? અને જો જીવમાં પાપ કરવાની શક્તિ પ્રથમથી ન હતી તો પછી તેઓ કેવી રીતે પાપી બન્યા? તેમનામાં પાપ કરવાની શક્તિ ક્યાંથી આવી? જો એમ કહેવામાં આવે કે ઈશ્વરના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો એ પ્રશ્ન ઊઠશે કે ઈશ્વરે તેમને પાપરૂપ શા માટે પરિણમાવ્યા? પોતાના બનાવેલા જીવોને પાપરૂપે પરિણમાવીને દુ:ખી શા માટે કર્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? આમ, તો ઈશ્વર નિર્દય ઠરે છે, તેથી એમ બનવું પણ સંભવતું નથી.
વળી, પોતાનાં પાપથી જીવો દુઃખી હોય તો પછી ઈશ્વરની જરૂર શી? સૌ પ્રાણીઓ પોતપોતાનાં પાપના કારણે નીચ યોનિમાં અવતાર લઈને દુઃખી થાય છે એ વાત સ્વીકારવામાં આવે તો ઈશ્વરકર્તુત્વ રહે નહીં, પણ સૌ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવે છે એમ ઠરે.
વળી, ઈશ્વરે અજીવ પદાર્થોમાં સુવર્ણ-સુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી, પણ તેણે કુવર્ણ-દુર્ગધાદિ સહિત દુઃખદાયક વસ્તુ શા માટે બનાવી? એનાં દર્શનાદિથી તો ઈશ્વરને પણ કોઈ સુખ નહીં ઊપજતું હોય. જો એમ કહેવામાં આવે કે પાપી જીવોને દુઃખ આપવા માટે એવી વસ્તુઓ બનાવી, તો પ્રશ્ન થાય કે પોતે જ નિપજાવેલા જીવો સાથે તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુ:ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org