________________
૬૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પ્રત્યેક ક્રિયા કર્મયોગ્ય પરમાણુઓને ખેંચે છે. કર્મનું જીવ તરફ આવવાનું કારણ - આસવનું કારણ છે મન-વચન-કાયાની પ્રવૃત્તિ. મન-વચન-કાયાના વ્યાપારો કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. યોગદ્વારોથી કર્મોનો આસવ થાય છે અને પછી કર્મને યોગ્ય પુદ્ગલોના રહણથી જીવ અને કર્મપુદ્ગલો એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. યોગની ક્રિયાથી આસપૂર્વક પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે.
જે કર્મને યોગ્ય પુદ્ગલ ખેંચાય છે, તે કામણ વર્ગણાઓમાં જીવના યોગથી પ્રકૃતિ પડે છે. જો તે કર્મપુદ્ગલ જ્ઞાનમાં બાધા નાખવાવાળી ક્રિયાથી ખેંચાયા હોય તો તેમાં જ્ઞાનને આવરણ કરવાનો સ્વભાવ પડશે. એ રીતે કર્મપુદ્ગલનો સ્વભાવ નક્કી થાય છે. પ્રકૃતિબંધ સંબંધે યોગનું દ્વિવિધપણું છે - શુભ યોગ અને અશુભ યોગ. મન, વચન અને કાયાના શુભ વ્યાપાર અર્થાતુ ધર્મચિંતન, પરહિતકાર્ય આદિ પ્રવૃત્તિ એ શુભ યોગ છે અને તેનાથી વિરુદ્ધ વ્યાપાર તે અશુભ યોગ છે. ધર્મોનાં અંગોમાં મન-વચનકાયાની પ્રવૃત્તિ થતાં શુભ યોગ હોય છે તથા અધર્મનાં અંગોમાં તેની પ્રવૃત્તિ થતાં અશુભ યોગ હોય છે. આ રીતે શુભ યોગ અને અશુભ યોગ એમ બે પ્રકારના યોગ છે.
આત્મા-અનાત્માનો વિવેક થયા પહેલાં શુભ કે અશુભ યોગ પ્રવૃત્તિ ઘાતી કર્મના બંધરૂપ તો થાય જ છે, જ્યારે અઘાતી કર્મમાં શુભ યોગ વડે શાતા વેદનીય આદિ પુણ્યપ્રકૃતિ તથા અશુભ યોગ વડે અશાતા વેદનીય આદિ પાપપ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગ પ્રવૃત્તિ હોય છે ત્યાં કેટલાંક પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપ અને કેટલાંક પાપપ્રકૃતિરૂપ પરિણમે છે. જે મહાભાગ્ય પુરુષોને આત્માઅનાત્માનો વિવેક વર્તે છે, તેમને ઘાતી કર્મનું ઉપાર્જન બહુ ન્યૂન હોય છે.
પ્રદેશબંધ મન-વચન-કાયાના વ્યાપારથી થાય છે. યોગ પ્રવૃત્તિના નિમિત્તથી દરેક સમયે આત્મા અનંત કર્મપરમાણુઓ આકર્ષે છે. જો યોગનું અલ્પત્વ હોય તો પ્રમાણમાં ન્યૂન કર્મપરમાણુઓનું આગમન થાય છે, એટલે કે કર્મનાં ઓછાં પરમાણુઓ બંધાય છે અને યોગ અતિ પ્રમાણમાં હોય તો કર્મનાં પરમાણુઓ અધિક પ્રમાણમાં બંધાય છે. આમ, કર્મનો પ્રદેશબંધ યોગ ઉપર આધાર રાખે છે.
કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલો રહણ કરતો નથી, ઓછાવત્તાં પુદ્ગલો ગ્રહણ કરે છે, કારણ કે પ્રદેશબંધ યોગથી થાય છે. જીવનો યોગ દરેક સમયે એકસરખો જ હોતો નથી, ઓછોવત્તો હોય છે. જેમ જેમ યોગનો વ્યાપાર વધારે, તેમ તેમ તે અધિક પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમ જેમ યોગનો વ્યાપાર ઓછો, તેમ તેમ તે ઓછાં પુગલો ગ્રહણ કરે છે.
તાત્પર્ય એ છે કે આકર્ષાયેલાં કર્મપુદ્ગલોને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org