________________
૨૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લક્ષણોથી તેની ભિન્નતાનું ભાન થાય છે.
આમ, શિષ્યની સર્વ શંકાઓનું સમાધાન અત્યંત સરળ અને સચોટપણે, હૃદયને સ્પર્શી જાય એવા તર્ક અને દૃષ્ટાંત દ્વારા કરી, શ્રીગુરુ આત્મતત્ત્વના અસ્તિત્વની સિદ્ધિ કરે છે. આ સમાધાનને ઊંડાણથી વિચારતાં શિષ્યને આત્માના અસ્તિત્વની યથાર્થ પ્રતીત થાય છે અને તેથી તે વિચારવાન અને તત્ત્વજિજ્ઞાસુ શિષ્ય તેનો સ્વીકાર કરે છે.
શ્રીગુરુએ આપેલ સમાધાનનો વિચાર કરતાં શિષ્યને આત્માનું અસ્તિત્વ છે એમ નિશ્ચય થાય છે અને તેનો સ્વીકાર કરતાં શિષ્ય કહે છે કે “સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર', શિષ્ય પ્રામાણિકતાથી સ્વીકાર કરે છે કે આ નિશ્ચય હજી બૌદ્ધિક સ્તરે થયો છે, આત્માના સાક્ષાત્ અનુભવથી થયો નથી. શિષ્યને તર્ક-યુક્તિથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયું છે, પણ આત્માના સાક્ષાત્કારથી થયું નથી એવું સ્પષ્ટીકરણ “સંભવ' શબ્દ દ્વારા અભિપ્રેત છે. “સંભવ' શબ્દ સંદેહદર્શક કે અનિશ્ચિતતાસૂચક નથી, પરંતુ તે બૌદ્ધિક સ્તરે થયેલી સમજને સૂચવે છે. આ બાબતમાં શ્રીમદે અન્યત્ર લખ્યું છે –
‘કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.''
આ ગુરુશિષ્યસંવાદમાં શ્રીમદે શિષ્યની પ્રશ્ન પૂછવાની શૈલી, તેની નિખાલસતા, તેનો વિનય, તેની વિચારશીલતા, પોતાની માન્યતા બદલવાની તૈયારી ઇત્યાદિ દ્વારા એક આદર્શ શિષ્યનું વ્યક્તિત્વ આલેખ્યું છે. શિષ્ય આત્માના અસ્તિત્વ અંગે મૂંઝાયેલો હતો, તેથી તેનો ઉકેલ મેળવવા તે શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે. તેના મનમાં આત્માના હોવાપણા સંબંધી શંકા થાય છે, તેથી તે નિઃશંક થવા અર્થે શ્રીગુરુને પ્રશ્નો કરે છે. તે પોતાના વિચારો શ્રીગુરુને નિખાલસતાથી જણાવે છે. તેને પ્રશ્ન પૂછવામાં ભય, શરમ આદિ નડતાં નથી. તેને કોઈ પણ પ્રકારનો સંકોચ થતો નથી. આટલું પણ મને સમજાતું નથી!' એવો ભાવ પણ તેને થતો નથી, પરંતુ આ મારે સમજવું છે' એ ભાવ હોવાથી તે નિર્દભપણે પ્રશ્નો પૂછી શકે છે.
શિષ્ય અત્યંત વિનયપૂર્વક વર્તે છે. સતુની પ્રાપ્તિ રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો જે સ્વચ્છંદ નામનો મહાદોષ છે, એ તેનામાં નથી. તેને શ્રીગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોવાથી તે વિનયપૂર્વક વર્તે છે. સદ્ગુરુના આશ્રયે સત્ની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાની ભગવંતોએ વિનયનું ખૂબ માહાસ્ય દર્શાવ્યું છે. વિનય એ શિષ્યત્વનો એક ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૪૦૯ (પત્રાંક-૫૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org