________________
ગાથા-પ૯
૨૬૭ ૨) દેહ, ઇન્દ્રિય કે પ્રાણ તે જ આત્મા છે. આ ત્રણથી ભિન્ન એવી આત્માની કોઈ નિશાની જણાતી નથી. ૩) ઘટ-પટ આદિ પદાર્થો જેમ જણાય છે તેમ આત્મા જણાતો નથી, તેથી આત્માનું હોવાપણું નથી.
શિષ્ય આત્માના ન હોવાપણાના સમર્થનમાં જે જે દલીલો પ્રદર્શિત કરે છે, તે સર્વનું શ્રીગુરુ સચોટ અને સંતોષકારક પૃથક્ પૃથક્ સમાધાન આપે છે. શ્રી સદ્ગુરુ કહે છે કે – ૧) આત્મા અમૂર્ત પદાર્થ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જ્ઞાનધારક પદાર્થ હોવાથી સર્વ ઇન્દ્રિયોના વિષયને જાણે છે. તે દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપનો જાણનાર છે. સર્વને બાધ કરતાં કરતાં જેનો બાધ કરી શકાતો નથી એવો અબાધ્ય અનુભવસ્વરૂપ પદાર્થ તે આત્મા છે. પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના વિષયનું જ જ્ઞાન હોય છે, પણ સર્વ ઇન્દ્રિયોના વિષયોને જાણનાર અને સ્મરણમાં રાખનાર પદાર્થ તે આત્મા છે. ૨) દેહ, ઇન્દ્રિય કે પ્રાણ તે આત્મા નથી, પણ એ સર્વ આત્માની સત્તા વડે પોતપોતાની નિયત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિય તેને જાણતી નથી અને પ્રાણ પણ તેને જાણતો નથી. તે સર્વ આત્માની સત્તા વિના નિષ્ક્રિય અને નિશ્રેષ્ટ પડ્યાં રહે છે. વળી, દેહ તે જ આત્મા હોય તો જેવડો દેહ હોય તેવડું જ્ઞાન હોય; પરંતુ કૃશ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ પણ જોવા મળે છે; તેથી જ્ઞાનગુણધારક આત્મા દેહથી ભિન્ન છે એમ દેઢ પ્રતીતિ થાય છે. આ આત્મા નામનો પદાર્થ દેહની સર્વ અવસ્થાઓથી જુદો, પ્રગટ ચૈતન્યમય એંધાણથી સદા વિદ્યમાન અનુભવાય છે. ૩) ઘટ, પટ આદિ શેય પદાર્થનો સ્વીકાર થતાં તેના જ્ઞાતાનો સ્વીકાર સ્વયમેવ થઈ જાય છે. જ્ઞાન ગુણનું આશ્રયદ્રવ્ય શરીર કે ઇન્દ્રિય નથી, પણ તેનાથી ભિન્ન એવો ચૈતન્યમય આત્મા છે. ઘટ-પટાદિ જડ પૌગલિક રૂપી પદાર્થો છે, જ્યારે આત્મા અરૂપી ચેતન પદાર્થ છે.
આત્માની શંકા કરતાં જ આત્માની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે જડ પદાર્થ કદાપિ શંકા કરવા માટે સમર્થ નથી. પોતે આત્મા હોવા છતાં આત્માના હોવાપણાની શંકા કરે છે એ અમાપ આશ્ચર્ય છે. જડ અને ચેતન એ બન્ને પ્રગટ ભિન્ન પદાર્થ છે અને ત્રણે કાળમાં ક્યારે પણ તે બન્ને પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી કે ક્યારે પણ એકપણું પામતા નથી. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે તે એકરૂપ ભાસે છે, પણ વાસ્તવમાં તેમ નથી. તે બન્ને મ્યાન અને તલવારની જેમ ભિન્ન છે. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org