SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અસમર્થ છે. આવા દિવ્ય સ્વરૂપના ઘોલનનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. જો જીવ સગુરુના માર્ગદર્શન પ્રમાણે સ્વરૂપનો અભ્યાસ કરે તો સમકિતની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી કર્મકૃત વ્યક્તિત્વ, અર્થાત્ માની લીધેલો હું રહેતો નથી. કર્તા-ભોક્તાપણાના વિકલ્પો કે તત્સંબંધી ચિંતા રહેતી નથી. જીવ પરના કર્તુત્વભાવને પરિહરી કેન્દ્રસ્થ થાય છે - સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. તેથી જીવે પોતાના શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણમાં ચિત્તને એકાગ્ર કરવું જોઈએ.' સ્વયં પ્રત્યે, જ્ઞાતા પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ. અજ્ઞાની જીવનું જ્ઞાન કેવળ શેયને પ્રગટ કરે છે, જ્ઞાતા અપ્રગટ રહી જાય છે. તેનું જ્ઞાન સંસારના વિષયમાં તો ભમે છે, પરંતુ જ્ઞાતા પ્રત્યે નથી વળતું. જ્ઞાતા પ્રત્યે પૂરેપૂરા સજાગ થવું જોઈએ. અજ્ઞાની જીવની ચેતના પરયમાં ઊલઝાયેલી હોય છે. તે એના વિકલ્પોમાં જ અટકી જાય છે. જ્યારે જીવ એકત્વ, મમત્વ, કર્તુત્વ કે ભોસ્તૃત્વ ભાવ વિના પરને માત્ર જ્ઞાયકભાવે જાણે છે ત્યારે વિકલ્પ અટકવા લાગે છે, બહિર્મુખતા ટળતી જાય છે અને અંતર્મુખતા સધાતી જાય છે. એમ કરતાં જ્યારે ચેતના સમસ્ત વિકલ્પોથી છૂટી જાય છે ત્યારે નિર્વિષયી બનેલ ચેતના સ્વસ્વરૂપમાં સરી પડે છે. જ્યારે સમસ્ત મનોવ્યાપાર રોકાઈ જાય છે ત્યારે ચેતના સ્વરૂપમાં સરી પડે છે. આ જ સ્વાનુભૂતિ છે. પરને અવલંબતું જ્ઞાન પરવિષયમાંથી હટી સ્વને અવલંબે છે. આ જ સ્વસંવેદન છે. જ્યારે ઇન્દ્રિયોના વ્યાપારમાંથી જ્ઞાનોપયોગને વારંવાર ખેંચવાનું થાય છે, આત્મસ્વરૂપનું ચિંતવન-ભાવન થાય છે, ત્યારે સ્વસ્વરૂપનો પરિચય વધે છે. પરિચય વધતાં આત્મા છું', હું ચૈતન્યસ્વરૂપ છું', “જ્ઞાતામાત્ર છું' એવો બોધ પુષ્ટ થાય છે. અંતર્મુખતા વધતાં વધતાં એક પળ એવી આવે છે કે જ્યારે ઉપયોગ અંતરમાં ચોંટી જાય છે, નિર્વિકલ્પતા સધાય છે અને અનંતગુણનિધાન નિજસ્વરૂપનું સંવેદન થાય છે. જે પળે ચેતના વિષયમુક્ત બને છે, તે પળે જ્ઞાતા-શેયના ભેદ વિનાનું માત્ર શુદ્ધ જ્ઞાન જ રહે છે. આ જ્ઞાન સાથે જ દુઃખ વિસર્જિત થઈ જાય છે, કારણ કે દુ:ખ સ્વ-અજ્ઞાન સિવાય બીજું કશું જ નથી. જીવ પોતાને જાણતાં જ આનંદનો અધિકારી બની જાય છે. આત્માને જાણવો તે સત્ય જાણવું છે અને સત્યને જાણવું તે આનંદને પામવું છે. સચ્ચિદાનંદ તત્ત્વની અનુભૂતિ થતાં નિરાકુળતા લક્ષણવાળા સુખની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન પ્રગટતાં આંતરિક ક્રાંતિ ઘટે છે. એક નવા જીવનનો ઉદય થાય છે. અનુભવપૂવકનો નિશ્ચય થાય છે કે હું પરમ ઉદાત્ત છું, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું' . ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૮ની ટીકા ___ 'यतो हि नित्यनिरअननिष्क्रियनिजात्मस्वरूपभावनारहितस्य कर्मादिकर्तृत्वं व्याख्यातम्, ततस्तत्रैव निजशुद्धात्मनि भावना कर्तव्या ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy