________________
૨૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, જો દેહ જ આત્મા હોય તો જ્ઞાન ગુણ દેહનો ગુણ ઠરે અને તેથી જાડા શરીરવાળાને ઘણું જ્ઞાન હોવું ઘટે અને પાતળા શરીરવાળાને અલ્પ જ્ઞાન હોવું ઘટે; પણ કેટલીક વાર તો તેના કરતાં સાવ ઊલટું જોવા મળે છે. જો દેહ અને આત્મા અભિન્ન હોય તો આવો વિરોધ થવાનો પ્રસંગ ન આવે, તેથી સાબિત થાય છે કે દેહથી જુદું, સ્વતંત્ર, જ્ઞાનગુણધારક આત્મદ્રવ્ય વિદ્યમાન છે. કૃશ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ જોવા મળે છે એ તથ્ય “આત્મા છે' એ સિદ્ધાંતને સમર્થિત કરે છે, વિશેષપણે પુષ્ટ કરે છે. શ્રીમદે સરળ યુક્તિ યોજી, આત્માના અસ્તિત્વના તથ્યને અત્યંત દઢ કર્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, કુશ આ ન્યાયાધીશ; ન્યાય કરે ન્યાય આસને, લોક નમાવે શીશ. તેથી પણ વિપરીત આ, સ્થૂળ દેહ મતિ અલ્પ; પાડાની પરે રખડતા, ખમે આપત્તિ અનલ્પ. બાળ યુવાન ને વૃદ્ધ એ, શાથી કહો મનાય; દેહ હોય જો આતમા, તો કેમ બાળી મુકાય. માટે જીવ પદાર્થ છે, જેહ કરે સંકલ્પ; તેથી દેહ જ આત્મા, ઘટે ન આમ વિકલ્પ. ૧
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૭ (શ્રી ગિરધરભાઈ રચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૨ ૧-૨૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org