________________
ગાથા-પર
૧૫૩
જાણવાની જે શક્તિ છે તે ‘ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય' કહેવાય છે. આત્મામાં રહેલી જ્ઞાનશક્તિને લબ્ધિ ભાવ ઇન્દ્રિય અને તેની જાગૃતિને ‘ઉપયોગ ભાવેન્દ્રિય' કહેવાય છે. ૧
આ વિષયને સૂકમતાથી સમજીએ.
(૧) દ્રવ્ય ઇન્દ્રિય
(૨) ભાવ ઇન્દ્રિય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય
લબ્ધિ ભાવ ઇન્દ્રિય ઉપયોગ ભાવ ઇન્દ્રિય બાહ્ય
અત્યંતર, (૧) દ્રવ્ય ઇન્દ્રિયના બે વિભાગ છે - નિવૃત્તિ અને ઉપકરણ. ઇન્દ્રિયની દશ્ય આકૃતિ નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય'ના બે પ્રકાર છે - બાહ્ય નિવૃત્તિ અને અત્યંતર નિવૃત્તિ. બાહ્ય અવયવ તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય અને અંદરનો અવયવ તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય. કેવળ સ્પર્શેન્દ્રિયને બાહ્ય નિવૃત્તિ નથી હોતી. જીભ રસનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, નાક ધ્રાણેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આંખ ચક્ષુરિન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે અને કાન શ્રોત્રેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે. આ ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. ચામડી, જીભ, નાક, આંખ, કાનનાં સંસ્થાનોમાં રહેવાવાળાં પુદ્ગલોના આકારવિશેષને અત્યંતર નિવૃત્તિ કહે છે. સ્પર્શેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં શરીર અનુસાર હોય છે. રસનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ અસ્ત્રાના આકારની હોય છે. ધ્રાણેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ અતિમુક્તક ફૂલ કે મોટા ઢોલના આકારની હોય છે. ચક્ષુરિન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ મસૂરની દાળના આકારની હોય છે. શ્રોત્રેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ કદંબના ફૂલ સમાન ગોળ હોય છે. વિષય જાણવાની શક્તિને ‘ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય' કહે છે. ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિયથી આત્મા બાહ્ય અને અત્યંતર અવયવો દ્વારા વસ્તુને જાણવા સમર્થ થઈ શકે છે. (૨) ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે - લબ્ધિ અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એ લબ્ધિ કહેવાય છે અને તેના પરિણામસ્વરૂપે વિષય સંબંધી આત્માનો જે ચેતનાવ્યાપાર થાય છે તેને ઉપયોગ કહેવાય છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૨, સૂત્ર ૧૭,૧૮
'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् । लब्ध्युपयोगौ भावेन्द्रियम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org