________________
૧૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ઇન્દ્રિયોમાં જે જાણવાની શક્તિ પ્રગટે તે લબ્ધિ છે અને લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થાય, સમયસર ઇન્દ્રિયો યથોચિત કામ આપે તે ઉપયોગ છે. અહીં સાકરના દષ્ટાંતમાં ગળ્યા સ્વાદનો અનુભવ થવો તે જિદ્વા-ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે છે. તે એક જાતની શક્તિરૂપે હોવાથી તેને ‘લબ્ધિ ભાવેન્દ્રિય' કહે છે. એ શક્તિ આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તેનો ઉપયોગ કરવાનો પ્રસંગ નથી મળતો ત્યાં સુધી એ શક્તિ એમ ને એમ પડી રહે છે, પરંતુ જીભ ઉપર સાકરની કણી મૂકતાંની સાથે જ એ શક્તિ જાગૃત થાય છે. આ જાગૃત થવાનું નામ ‘ઉપયોગ ભાવેન્દ્રિય' છે.
આ રીતે કોઈ પણ ઇન્દ્રિયનો પોતાના વિષય સાથે બાહ્ય આકાર દ્વારા અંદરના આકાર સાથે સંબંધ થાય છે કે તુરંત આત્મામાં પ્રગટેલી જ્ઞાનશક્તિ જાગૃત થઈ, તે ઇન્દ્રિયની શક્તિ જે વિષયને જાણવાની હોય, તે દ્વારા તે વિષય જણાય છે. જેમ કે
આ ગળ્યું છે એમ જાણીને નિશ્ચય કરે છે કે ‘મેં ગળ્યો રસ ચાખ્યો.' આમ, જ્ઞાન કરનાર તો આત્મતત્ત્વ જ છે. ઇન્દ્રિયો તો માત્ર સાધન છે. ઇન્દ્રિયો એક પ્રકારનું યંત્ર છે અને આત્મા તેને ચલાવવાવાળો કારીગર છે. ઇન્દ્રિય પોતે પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ નથી, કારણ કે તે જડ છે. જ્ઞાન એ ઇન્દ્રિયનો નહીં પણ આત્માનો ગુણ છે. આત્મા જ ચક્ષુ આદિ દ્વારા ઘટ-પટાદિ પદાર્થોને જાણે છે.
ઇન્દ્રિયોના માધ્યમથી થતા આ જ્ઞાનવ્યાપાર ઉપરથી શરીરમાં રહેલા આત્માનું અનુમાન થઈ શકે છે, કારણ કે આત્માની ચૈતન્યશક્તિ હોય તો જ ઇન્દ્રિય પોતાના વિષયનું જ્ઞાન કરી શકે છે, માટે ઇન્દ્રિય દ્વારા થતો જે જ્ઞાનવ્યાપાર એ આત્માને
ઓળખવાની નિશાની છે. તેના આધારે ઇન્દ્રિય શબ્દની એક વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - ‘ઇન્દ્ર એટલે આત્મા અને તેને ઇય' પ્રત્યય ચિનના અર્થમાં લગાડીને ઇન્દ્રિય શબ્દ બનેલો છે. તેથી ઇન્દ્રિય એટલે આત્માનું ચિહ્ન એવો વ્યુત્પત્તિ અર્થ થાય છે. ૧
ઇન્દ્રિયોનો સંબંધ બહાર તેમજ ભીતર, એમ બે જગ્યાએ છે. ઇન્દ્રિયો બહારમાં પદાર્થ સાથે જોડાયેલી હોય છે અને એ જ ઇન્દ્રિયો ભીતરમાં આત્માની સાથે પણ જોડાયેલી હોય છે. જેમ કોઈ વ્યક્તિ પોતાનો હાથ લંબાવીને બીજી વ્યક્તિનો હાથ પકડે છે, તો તેનો હાથ બે જગ્યાએ જોડાયેલો છે. એક બાજુથી તે હાથ અન્ય વ્યક્તિના હાથ સાથે જોડાયેલો છે અને બીજી બાજુથી તે હાથ તે વ્યક્તિ સાથે પણ જોડાયેલો છે; એ જ રીતે ઇન્દ્રિય જ્યારે વિષયને ગ્રહણ કરે છે ત્યારે તેનું એક બાજુ બહારના જગતની સાથે જોડાણ છે અને બીજી બાજુ આત્મા સાથે જોડાણ છે. ઇન્દ્રિય ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમ્મસાર', જીવકાંડ, ગાથા ૧૬૪
‘ત “ન્દ્રિયાત્મનો ત્રિ' યત્રિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org