________________
ગાથા-૭૮
૬૦૧
કરવાપણું છે ત્યાં અસ્થિરતા છે, ચંચળતા છે. એ ચંચળતા જ આત્મપ્રદેશોમાં કંપન પેદા કરે છે અને તેના કારણે કર્મપરમાણુઓ ગ્રહાય છે, જે આત્મા સાથે એકક્ષેત્રે બંધાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં ન રહે તો કર્મબંધ થાય છે.
આત્મા જ્યાં સુધી ક્રોધાદિરૂપ પરિણમે છે, ત્યાં સુધી તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ક્રોધાદિરૂપ પરિણમતો હોવાથી તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. જીવ ક્રોધાદિમાં વર્તતો હોવાથી કર્મનો સંચય થાય છે અને એ રીતે જીવને કર્મોનો બંધ થાય છે એમ સર્વજ્ઞ કહે છે. કર્તા-કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે, છતાં તે ટળી શકે છે; કારણ કે તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહીં. તે ચૈતન્યસ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. ‘હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ’ એવી અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી, ભેદજ્ઞાન થતાં જીવ નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, એવો બન્નેનો ભેદ જાણીને જ્યાં અંતરદૃષ્ટિ થઈ ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ અટકે છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવું તે બન્ને વચ્ચેનું ભેદજ્ઞાન થાય ત્યારે તેના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ અટકે. જીવ જ્યારે આસ્રવ અને નિજ આત્મા વચ્ચેનો ભેદ જાણે છે ત્યારે તેને બંધનો નિરોધ થાય છે. આસવોના અશુચિપણાને, વિપરીતપણાને, દુઃખના કારણપણાને જાણીને તેનાથી જીવ નિવર્તે તો જીવને બંધન થતું નથી. આસવો અશુચિમય છે, જડ છે, દુ:ખનાં કારણ છે; જ્યારે આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખરૂપ છે આ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય તો તેને કર્મબંધ થતો નથી.૧
–
Jain Education International
-
આત્માની જ્ઞાનપરિણતિ ક્યાંક ને ક્યાંક પરિણત થતી જ રહે છે. જો એ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૬૯-૭૨
'जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हंपि I अण्णाणी तावदु सो कोहाइसु वट्टदे जीवो ।। कोहाइस वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि 1 जीवरसेवं बंधो भणिदो खलु સબસીહિં ।। जइया इमेण जीवेण अप्पणो आसवाण तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ।। णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।। '
For Private & Personal Use Only
www.jainelibrary.org