________________
૬૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સ્વરૂપસ્થ હોય તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા થાય છે અને જો એ સ્વરૂપસ્થ ન હોય તો આત્મા પરભાવનો કર્તા થાય છે. જ્યારે જીવ જ્ઞાનાદિ ભાવોમાં વર્તે છે ત્યારે તે પોતાના સ્વભાવનો કર્તા છે અને તે સમયે તે કર્મોનો કર્તા નથી; પરંતુ જ્યારે કર્મના ઉદયને વશ થઈ તે કષાયભાવોમાં વર્તે છે, ત્યારે તે વિભાવભાવનો તથા જડ કર્મનો કર્તા બને છે. નિજભાનરહિત જીવ રાગાદિ ભાવોમાં વિહરણ કરે છે ત્યારે વ્યવહારથી તે કર્મોનો કર્તા બને છે.
આમ, વ્યવહારથી જીવ જડ કર્મનો કર્યા છે અને નિશ્ચયથી પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવોનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિર્મળ (સ્વભાવ) ભાવોનો કર્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવભાવોનો કર્તા છે. જ્યારે આત્મા વિભાવપણે પરિણમે છે ત્યારે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણત થાય છે, તેથી વ્યવહારથી આત્મા કર્મનો કર્તા કહેવાય છે. આત્માના રાગાદિ ભાવ નવા કર્મબંધનું નિમિત્ત છે, માટે વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા કહેવાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ” માં લખે છે –
“ચેતન કર્મ નિમિત્તઇ જેહ લાગઇ તેલિ જિમ રજ દેહ ,
કરમ તાસ કરતા સહિ ચવ્યવહાર પરંપર ગ્રહિ II ચેતનકર્મ એટલે ભાવકર્મ, અર્થાત્ રાગ-દ્વેષ. આ રાગ-દ્વેષ તેલની જેમ ચીકાશ ધરાવે છે. તેલથી ચીકણા થયેલા શરીર ઉપર જેમ તેલની ચીકાશના કારણે આજુબાજુની રજકણો આવીને ચોંટ્યા કરે છે, તેમ રાગ-દ્વેષથી ચીકણા થયેલા આત્મા ઉપર લોકમાં રહેલ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મરૂપ બનીને ચોંટ્યાં કરે છે. કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મરૂપે બનાવનાર અને ચોંટાડનાર જીવના ભાવ છે, તેથી જીવ આ દ્રવ્યકર્મનો કર્તા છે એવું વ્યવહારનય માને છે. વળી, જીવના ભાવકર્મરૂપ રાગ-દ્વેષ આ દ્રવ્યકર્મ બનવામાં ભાગ ભજવે છે, તેથી જીવનું દ્રવ્યકર્મનું આ કર્તુત્વ ભાવકર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મની પરંપરાએ ચાલ્યા કરે છે એવું વ્યવહારનય માને છે; જ્યારે નિશ્ચયનય એમ માને છે કે ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય ત્યારે પણ જીવ તો રાગ-દ્વેષાદિરૂપ પરિણામોને જ કરે છે અને તેના નિમિત્તે કર્મબંધ થાય છે, પણ કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલદ્રવ્યનાં જ્ઞાનાવરણીયાદિ કર્મવરૂપ પરિણામ તે કરતો નથી. એ પરિણામોનો કર્તા બનવા તે સમર્થ નથી, કારણ કે જીવ હોય કે પુદ્ગલ, દરેક દ્રવ્ય માત્ર પોતાનાં જ પરિણામો કરવા સમર્થ છે. કોઈ પણ દ્રવ્ય અન્યનાં પરિણામો કરી શકતું નથી. જો એમ ન હોય તો દરેક જીવ પોતાના હાથમાં આવેલ પુદ્ગલદ્રવ્યનાં ઇષ્ટ વર્ણાદિ પરિણામો કરી અનિષ્ટ વર્ણાદિથી દૂર જ રહ્યા કરે, ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘સમ્યકત્વ સ્થાન ચઉપઇ”, ગાથા ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org