SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૬ ૬૧ ‘પંચભૂતથી નિર્મિત કાયાકાર પરિણત શરીરથી ચૈતન્ય અભિન્ન છે, એટલે દેહાદિથી જુદો કોઈ આત્મા છે નહિ, જેમ ખરેખર! કોઈ પુરુષ આ અસિ આ કોસી - ‘ગય ગત્તિ ગયં હોી' એમ કોષમાંથી મ્યાનમાંથી તલવાર જુદી બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા, આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ મુંજ ધાસ આ સળી એમ કોઈ જુદી બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ માંસ, આ અસ્થિ એમ કોઈ જુદા બહાર કાઢી બતાવે, એમ આ આત્મા - આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ કરતલ, આ આમળું એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકર્તા નથી. આ દહીં આ નવનીત માખણ એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ તલ આ તેલ એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે તેમ આ આત્મા આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ ઈસુ આ ઈક્ષુરસ એમ કોઈ જુદો બહાર કાઢી બતાવે, એમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ અરણિ આ અગ્નિ એમ કોઈ જુદો બહાર કાઢી બતાવે એમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી.'૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે આ - Jain Education International - ‘અથવા έσ જ આતમા, દેખાયે હાલે ચાલે તે વી. બોલે આવે તેથી દે એ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; વ સ્પર્શાદ વિષયનું, સહજે થાયે જ્ઞાન. શ્વાસોચ્છ્વાસ એ આતમા, એ ચિલ્ડ્રને ઓળખાય; મિથ્યા જુદો માનવો, શ્વાસ ગયે જીવ જાય. શરીરમાં દશ પ્રાણ છે. આત્મા એહ પ્રમાણ; એનું કારણ કારણ એ નહીં જુદું એંધાણ 'ર **** ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, 'રાજ્યોતિ મહાભાષ્ય, પૃ. ૨૧૩ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪-૨૨૫ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૧૮૧-૧૮૪) પ્રત્યક્ષ: લક્ષ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy