________________
ગાથા ૭૨માં શિષ્યે કહ્યું કે આત્મા તો સદા અસંગ અને અબંધ છે, તેથી ભૂમિકા તે કર્મનો કર્તા હોઈ શકે નહીં. સત્ત્વ-રજસ્-તમમ્ એવી ત્રિગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે અને આત્મા તો અકર્તા છે; અથવા જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, ઈશ્વરેચ્છાથી તે કર્મ થતાં હોવાથી જીવ અબંધ ઠરે છે.
ગાથા
આમ, આત્માના અકર્તાપણા વિષે જુદાં જુદાં દર્શનોમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતાના પ્રભાવના કારણે શિષ્યને આત્માના કર્મકત્વ વિષે શંકા જાગતાં, પૂર્વની બે ગાથાઓ(૭૧-૭૨)માં તેણે આત્મા કર્મનો કર્તા હોઈ શકે નહીં તે સંબંધી દલીલો કરી. પૂર્વની બે ગાથાઓમાં તેણે જે કહ્યું, તે દ્વારા પોતે જે નિર્ણય ઉપર આવ્યો છે તે દર્શાવતાં શિષ્ય કહે છે
ગાથા
–
- ૭૩
‘માટે મોક્ષ
ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.' (૭૩)
અર્થ
માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩)
પૂર્વોક્ત બે ગાથાઓમાં જે ચર્ચા કરી હતી, તેના ઉપરથી એમ ફલિત થાય
ભાવાર્થ છે કે મુક્ત થવાના ઉપાયનો કોઈ હેતુ નથી, કારણ કે કાં તો કર્મનું કર્તાપણું જીવમાં ઘટતું નથી (‘કાં નહિ) અને કાં તો કર્મનું કર્તાપણું એવા પ્રકારે છે કે તે કદી જાય નહીં (‘કાં નહિ જાય'). આ બન્ને સ્થિતિમાં મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ સરતો નથી.
Jain Education International
અનેક પડખાંથી આત્માના કર્મકર્તૃત્વ વિષે વિચારતાં એમ લાગે છે કે જીવને કર્મના કર્તા તરીકે સ્વીકારી શકાય તેમ નથી. કાં તો કર્મો જ કર્મોનાં કર્તા છે, કાં તો તે સહજ સ્વભાવે થાય છે, કાં તો પ્રકૃતિ કર્મની કર્તા છે, કાં તો ઈશ્વરપ્રે૨ણા કર્મની કર્તા છે; પરંતુ જીવ કર્મોનો કર્તા નથી. આ ચારે પ્રકારથી જીવ કર્મનો અકર્તા હોવાથી તે દોષરહિત અને અબંધ ઠરે છે, તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે. જો જીવ કર્મો કરતો જ નથી તો તે સદા કર્મોથી મુક્ત જ છે, તેથી મુક્ત થવાનો ઉપાય કરવાની કોઈ જરૂર જણાતી નથી. જો આમ ન માનવામાં આવે અને જીવને સ્વભાવથી કર્મનો
For Private & Personal Use Only
www.jainelibrary.org