________________
૪૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કર્તા કહેવામાં આવે તો તેનાથી નિવૃત્તિ કદાપિ થઈ શકે નહીં, કારણ કે સ્વભાવ ક્યારે પણ છૂટી શકે જ નહીં. એ રીતે પણ મોક્ષનો ઉપાય નિરર્થક નીવડે છે. આત્માના કર્તાપણા વિષે સમ્યક્ નિર્ણય કરવામાં અસમર્થ એવો શિષ્ય પોતાની મૂંઝવણ શ્રીગુરુ પાસે રજૂ કરી સમાધાનની વિનંતિ કરે છે.
આત્માનાં અસ્તિત્વ તથા નિત્યત્વ વિષે સમ્યક્ નિર્ણય થયો હોવા છતાં વિશેષાર્થ આત્માના સ્વરૂપ વિષે શિષ્યને હજી શંકા રહે છે. આત્માનાં અસ્તિત્વ
નિત્યત્વ વિષે યથાર્થ નિર્ણય થયા પછી શિષ્યની તત્ત્વજિજ્ઞાસા વધવાથી તે આત્માના અર્થક્રિયાકારિત્વ વિષે શંકા ઉઠાવે છે. દરેક દ્રવ્યમાં જે પરિણમન છે, તે તે દ્રવ્યનું અર્થક્રિયાકારિત્વ છે. આજ સુધી જીવે માત્ર જડની ક્રિયાઓ જાણી છે, તેથી આત્માની ક્રિયા વિષે અજાણ હોવાથી તેને આ શંકા થવી સ્વાભાવિક છે.
કર્તાપણા વિષે ઊંડી વિચારણા કરતાં શિષ્યને તે
આત્માના અર્થક્રિયાકારિત્વ વિષે બે વિકલ્પો જણાય છે
(૧) જીવ કર્મનો કર્તા નથી.
(૨) જીવ કર્મનો કર્તા છે.
(૧) જો પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે કે જીવ કર્મનો કર્તા નથી, તો કર્મનો કર્તા કોણ છે એવો પ્રશ્ન ઊભો થાય છે; તેના ઉપર વિચાર કરતાં શિષ્યને ચાર શક્યતાઓ ઉદ્ભવે છે
-
=
૧) કર્મનો કર્તા કર્મ છે.
૨) કર્મ જીવની ઇચ્છા વિના અનાયાસે થયા જ કરે છે.
૩) સત્ત્વાદિ ગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે.
૪) ઈશ્વર જીવને કર્મ કરવાની પ્રેરણા કરે છે.
આ ચારે શક્યતાઓ વિચારતાં જીવ કર્મનો અકર્તા સિદ્ધ થાય છે અને તેથી તે અબંધ ઠરે છે. જો જીવને કર્મનું બંધન જ ન હોય તો પછી છૂટવાની આવશ્યકતા રહે નહીં. બંધથી છૂટવું તે જ મોક્ષ છે, પણ જ્યાં બંધનો જ અભાવ હોય ત્યાં મોક્ષનો પ્રશ્ન જ રહેતો નથી અને તેથી મોક્ષનો ઉપાય કરવાની કોઈ જરૂર જણાતી નથી. મોક્ષપ્રાપ્તિ અર્થેનાં સાધનો કરવાનો કોઈ હેતુ જણાતો નથી. જીવ જો કર્મનો અકર્તા સિદ્ધ થાય તો મોક્ષના ઉપાય તથા મોક્ષને પ્રતિપાદિત કરતાં શાસ્ત્રો નિરર્થક ઠરે છે. આ વિષે શ્રીમદ્ લખે છે
Jain Education International
–
‘જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોક્તત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઈ પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org