________________
ગાથા-૭૩
૪૯૯
પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ અને કર્તૃત્વપણું ન હોય, તો દુઃખનું ભોજ્વત્વપણું ક્યાંથી હોય?”
જીવ કર્મનો કર્તા નથી એમ સ્વીકારતાં તે કર્મનો ભોક્તા નથી એમ આપોઆપ સિદ્ધ થાય છે. જીવ જો કર્મનો કર્તા-ભોક્તા નથી તો કમરહિત દશાનો, અર્થાત્ મોક્ષનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મોક્ષની અસિદ્ધિ થતાં મોક્ષનો ઉપાય પણ નિરર્થક ઠરે છે. જો આમ હોય તો “જીવ કર્મનો કર્તા છે', ‘જીવ કર્મના ફળનો ભોક્તા છે', કર્મથી રહિત થવારૂપ મોક્ષનો સંભવ છે' અને “મોક્ષનો અવિરુદ્ધ ઉપાય છે' - એવાં આત્માનાં ચાર પદ મિથ્યા ઠરે છે. (૨) જો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે કે જીવ કર્મનો કર્તા છે તો તે જીવનો સ્વભાવ ઠરે અને સ્વભાવ તો ત્રણે કાળમાં ક્યારે પણ નાશ પામે નહીં. વસ્તુનો સ્વભાવ ત્રણે કાળમાં ક્યારે પણ વસ્તુથી ભિન્ન થતો નથી અને તેથી કર્મ કરવાનો જીવનો સ્વભાવ મટવા યોગ્ય નથી, અર્થાત્ જીવનું કર્તાપણું કોઈ કાળે પણ ટળી શકે નહીં. આમ, જીવ કર્મનો કર્તા હોય તો ક્યારે પણ તે કર્તાપણું નિવૃત્ત ન થાય. કર્મકર્તાપણું જો જીવના સ્વભાવરૂપ હોય તો જીવ નિરંતર કર્મ કર્યા જ કરે અને તેની નિવૃત્તિ અસંભવ બને, તેથી મોક્ષના ઉપાયનો કોઈ હેતુ ન રહે. આ વિષે શ્રીમદ્ લખે છે –
“જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં.”
જો કર્મનું કર્તાપણું કદી ટળી શકે એમ ન હોય તો મોક્ષ મેળવવાનો ઉપાય વ્યર્થ ઠરે. પૂજા, ભક્તિ, જપ, તપ આદિ સત્સાધનો વૃથા ઠરે. યમ, નિયમ, પ્રાણાયામ, સમાધિ વગેરે કરવાની કોઈ જ આવશ્યકતા ન રહે. મોક્ષના પુરુષાર્થ માટે પ્રેરણા આપનારાં સર્વ શાસ્ત્રો નિરર્થક સિદ્ધ થાય.
આ પ્રમાણે આ ગાથામાં શિષ્ય શ્રીગુરુને કહે છે કે કાં કર્મનું કર્તાપણું નથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org