________________
ગાથા-૮૬
૭૬૩
યોજનની ઊંચાઈવાળો મેરુપર્વત છે અને જંબુદ્વીપ ફરતે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. તિસ્કૃલોકમાં પ્રથમ એક લીપ, પછી સમુદ્ર, પછી પુનઃ દ્વીપ, પછી સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો રહેલા છે. તેનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોનાં જેટલાં નામો છે, તે દરેક નામના દીપો અને સમુદ્રો છે. અશુભ નામવાળો એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. તિસ્કૃલોકમાં જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાંથી માત્ર અઢી દ્વીપ સુધી જ મનુષ્યોનો નિવાસ છે, જ્યારે તિર્યંચોનો નિવાસ અઢી દ્વીપ ઉપરાંત બાકીના દ્વીપ-સમુદ્રમાં પણ છે. ચૌદ રાજલોકના નીચેના ભાગ(કેડથી પગ સુધીના ભાગ)ને અધોલોક એટલે પાતાળલોક - નારકલોક કહેવાય છે. મધ્યલોકની નીચે આવેલા આ અધોલોકમાં પ્રથમ ભુવનવાસી દેવોની ભૂમિ છે અને અનુક્રમે સાત નરકભૂમિની રચના છે. તેમાં નારકી જીવોનો નિવાસ છે. લોકસ્વરૂપમાં દેવલોક, તિષ્ણુલોક અને નારકલોકનું સ્થાન સંક્ષેપમાં આ પ્રમાણે છે."
આરોહણ અને અવરોહણ, અર્થાત્ નીચેથી ઉપર ચઢવાના અને ઉપરથી નીચે ઊતરતા ક્રમે જો સંપૂર્ણ લોકનું ચિંતન કરવામાં આવે તો સુખ-દુઃખની વધ-ઘટ વિશેષ પ્રમાણમાં જણાય છે. લોકના નીચેના તળીએથી વિચારતાં વિચારતાં ઉપર ચઢવામાં આવે તો જણાય છે કે સાતમી નરકમાં દુઃખની વેદના ખૂબ ઘોર હોય છે અને તે પછી ૬, ૫, ૪, ૩, ૨, ૧ એમ ઉપર ચઢતાં દુઃખની વેદના ઓછી થતી જાય છે. મનુષ્યલોકમાં નરકની અપેક્ષાએ બહુ ઓછું દુઃખ હોય છે અને પછી દેવલોકમાં ઉપર ચઢતાં ચઢતાં સુખ વધતું જાય છે. જેમ જેમ ઉપર ચઢવામાં આવે, તેમ તેમ ઉપર ઉપરનાં દેવલોકોમાં સુખ વધતું જાય છે. અંતે સર્વથી ઉપર સિદ્ધશિલા ઉપર મુક્તાત્માનું સુખ અનંત છે. મુક્તાત્માનું અનંત સુખ તો ભૌતિક સુખથી પર એવું સહજ અને અવ્યાબાધ હોય છે. ઊલટા - ઊતરતા ક્રમે જો લોકને જોઈએ તો સુખ ઓછું થતું જાય છે અને પછી દુઃખ વધતું જાય છે. લોકના અગ્રભાગે મોક્ષમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનંત અવ્યાબાધ સુખ છે. ત્યારપછી સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં ઉત્કૃષ્ટ ભૌતિક સુખ હોય છે અને સૌથી નીચે સાતમી નરકમાં અનંત દુઃખ, પ્રકૃષ્ટ દુ:ખ છે.
લોકમાં શુભ ભાવનાં ફળ ભોગવવા માટે ઉચ્ચ સ્થાનકો છે અને અશુભ ભાવોનાં ફળ ભોગવવાનાં હીન સ્થાનકો છે અને એ ભોગવવાનાં સ્થાને જવાનો જીવનો તેમજ પુદ્ગલનો સ્વભાવ છે. જીવની સાથે પુગલ પણ જીવનાં શરીરરૂપે, અર્થાત્ કાર્મણ-તૈજસ શરીરરૂપે ત્યાં જાય છે. આત્મા તથા કર્મ અને ભોગવટાની જગ્યાએ પોતાના સ્વભાવથી જાય છે, તેમાં ફળદાતા તરીકે કોઈ ઈશ્વરની જરૂર નથી. ૧- વિશેષ માહિતી માટે જુઓ : ત્રિલોકસાર', 'ત્રિલોકપ્રજ્ઞપ્તિ' આદિ ગ્રંથો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org