________________
ગાથા - ૬૨
ગાથા ૬૧માં શિષ્ય કહ્યું હતું કે આ જગતની તમામ વસ્તુઓ ક્ષણે ક્ષણે ભૂમિકા
પલટાતી દેખાય છે, તેથી તે ક્ષણિક છે. સર્વ વસ્તુઓની જેમ આત્મા પણ ક્ષણિક છે. આ અનુભવના કારણે આત્મા નિત્ય જણાતો નથી.
આમ, મર્યાદિત કાળવાર્તાપણાએ અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ ચાર્વાક અને બૌદ્ધ દર્શનના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના નિયત્વ સંબંધી શંકા પૂર્વની બે ગાથાઓ (૬૦-૬૧) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરી. ક્રમબદ્ધ વિચારશ્રેણીમાંથી ઉદ્ભવેલ તર્કપૂર્ણ દલીલોનું પદ્ધતિસર, પ્રભાવશાળી, સુદઢ અને પ્રજ્ઞાપ્રચુર સમાધાન શ્રીગુરુ હવે આપે છે. શ્રીગુરુ શિષ્યની આ શંકાઓનું સમાધાન નવ ગાથાઓ (૬૨-૭૦) દ્વારા કરે છે. પ્રથમ દલીલનું સમાધાન છ ગાથાઓ (૬૨-૬૭)માં કરે છે અને બીજી દલીલનું સમાધાન ત્રણ ગાથાઓ (૬૮-૭૦)માં કરે છે, જેના ફળરૂપે ‘આત્મા નિત્ય છે' એવા સમ્યક્ત્વના દ્વિતીય સ્થાનકની સિદ્ધિ શિષ્યને થાય છે. આત્મા સ્વાભાવિક અસંયોગી પદાર્થ છે, તે અનુત્પન્ન અને અવિનાશી છે એમ તર્ક, અનુભવ અને અનુમાનનાં વિભિન્ન પ્રમાણો દ્વારા સિદ્ધ કરી, શ્રીગુરુ શિષ્યના અંતરમાં રહેલી શંકાને તદન નિર્મૂળ કરે છે.
ગાથા ૬૦માં આત્મા નિત્ય નથી એ પોતાની શંકાના સમર્થનમાં શિષ્ય કહ્યું હતું કે “દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ', અર્થાત્ આત્મા દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે અને દેહના વિયોગે નાશ પામે છે. આ દલીલોનો ઉત્તર મુખ્ય ત્રણ મુદ્દાઓ દ્વારા શ્રીગુરુ આપે છે. કોઈ પણ પદાર્થનાં ઉત્પત્તિ-લયના નિર્ણય અર્થે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તપાસવા આવશ્યક છે – (૧) એ ઉત્પત્તિ-લયની ઘટનાનો શું કોઈ જ્ઞાતા છે? (૨) ઉત્પત્તિ-લય પામનાર પદાર્થ અને એનાં ઉદ્ગમમૂળ અથવા લયરૂપ પદાર્થ એ બન્ને શું સમાન લક્ષણો ધરાવે છે? (૩) તે પદાર્થ ઉત્પત્તિ અને લય નથી પામતો એનો કોઈ પ્રમાણભૂત પુરાવો છે?
શ્રીગુરુએ આ ત્રણ મુદ્દાઓની છ ગાથાઓ (૬૨-૬૭)માં ચર્ચા કરી છે. પહેલા મુદ્દાની ગાથા ૬૨-૬૩માં, બીજા મુદ્દાની ગાથા ૬૪-૬૫-૬૬માં અને ત્રીજા મુદ્દાની ગાથા ૬૭માં ચર્ચા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org