________________
ગાથા-૭૧
૪૬૧
કોઈ વિરોધ નથી; તેમ સ્યાદ્વાદસિદ્ધાંતમાં પણ એક જ વસ્તુમાં નિત્ય-અનિત્ય આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો સ્વીકારવા છતાં પણ વિરોધ આવતો નથી.૧
આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, અર્થાત્ પરિણામી નિત્ય છે. આત્મા અનેક અવસ્થાઓ ધારણ કરવા છતાં એનો એ જ રહે છે, એ છે તેની પરિણામી નિત્યતા. આત્માની જુદી જુદી અવસ્થાઓ થવા છતાં પણ તેમાં સદા એકરૂપતા છે, તે તેની પરિણામી નિત્યતા છે. આત્મામાં પ્રતિસમય પર્યાયની ઉત્પત્તિ અને નાશ થતાં હોવાથી આત્મા પરિવર્તનશીલ છે એમ સિદ્ધ થાય છે, પરંતુ પરિવર્તન પામવા છતાં આત્માના મૂળ સ્વરૂપનો ત્યાગ થતો નહીં હોવાથી આત્માનું સ્વરૂપ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે.
આત્માનું ‘પરિણામી નિત્ય' સ્વરૂપ ન સ્વીકારતાં જેઓ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, તેવા એકાંત નિત્યવાદીઓ આત્માને સદા અપરિવર્તિત માને છે. તેમના મત અનુસાર આત્મા ઉત્પત્તિ-વિનાશરહિત સદા એકસ્વભાવવાળો જ છે, અર્થાત્ આત્મા સદા શુદ્ધ, મુક્ત સ્વભાવવાળો છે. જીવની અવસ્થાનો કોઈ પણ પ્રકારે, કોઈ પણ પરિણામથી કદાપિ નાશ થતો નહીં હોવાથી, અર્થાત્ તેનું સ્વરૂપ વિકારરહિત હોવાથી તેનો અવસ્થાભેદ કદી પણ સંભવી શકે નહીં એમ તેઓ માને છે. પરંતુ આમ માનવું દોષયુક્ત છે, કારણ કે ક્રોધાદિથી ઉત્પન્ન થતી વૈભાવિક દશા તથા તેના શમનથી ઉત્પન્ન થતી સ્વાભાવિક દશારૂપ સૂક્ષ્મ અવસ્થા અને દેહનાં ગ્રહણ-ત્યાગરૂપ સ્થૂળ એવો અવસ્થાભેદ સ્પષ્ટપણે અનુભવમાં આવે છે, તેથી પરિણામાંતર શબ્દમાત્ર કે કલ્પનામાત્ર નહીં, પણ વાસ્તવિક છે.
અવસ્થા
-
આવો નિર્ધાર થયા પછી સુવિચારવાન શિષ્ય જીવની સૂક્ષ્મ અને સ્થૂળ અવસ્થાઓમાં રહેલી વિચિત્રતા, વિભિન્નતા અને વિષમતાનાં કારણને શોધવા પ્રયત્ન કરે છે. જીવોની અવસ્થાઓના વૈવિધ્ય સંબંધી વિચાર કરતાં તેને જણાય છે કે કોઈ અતિ શ્રીમંત છે, જેને પાણી માંગતા દૂધ મળે છે; તો કોઈ અતિ કંગાળ છે, જેને પેટ ભરવા પૂરતું ખાવાનું પણ મળતું નથી. કોઈ વગર મહેનતે ઘણું કમાય છે, તો કોઈ રાત-દિવસ મહેનત કરીને પણ જરૂર પૂરતું મેળવી શકતો નથી. કોઈ ઘણા ગુના કરે છતાં શાહુકારમાં ખપે છે, તો વળી કોઈ વિના કારણે દંડાય છે. કોઈ કાર્ય કરતો નથી છતાં પણ જશ લઈ જાય છે, તો કોઈને સારું કાર્ય કરીને પણ અપજશ મળે છે. કેટલાંક પશુ-પક્ષીઓ અતિ પ્રેમ પામે છે, તો કોઈ મનુષ્ય બધેથી હડધૂત થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી’, શ્લોક પની ટીકા ' भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः विभागेन नरसिंहं
1
तमभागं
પ્રવૃક્ષતે ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org