________________
૭૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ કારણ હોવું જ જોઈએ; અને તે કારણ માત્ર કર્મ જ સંભવે છે. ૧
આમ, સુખ-દુઃખનાં બાહ્ય સાધનો સમાન હોવા છતાં બે વ્યક્તિને તેનાથી મળતાં સુખ-દુ:ખરૂપ ફળમાં તરતમતા દેખાય છે, અર્થાત્ જે સાધનોથી એકને જેટલું સુખ મળે છે તેના કરતાં બીજાને ન્યૂન અથવા અધિક સુખ મળે છે. દા.ત. કોઈ કહે કે મિષ્ટાન એ સુખનું દૃષ્ટ કારણ છે, પણ એ જ મિષ્ટાન જો કોઈ રોગીને આપવામાં આવે તો તે તેને દુઃખનું કારણ થઈ પડે છે. વિષ દુઃખદાયી હોવા છતાં કેટલાક રોગોમાં તે રોગનિવારણ દ્વારા જીવને સુખ આપે છે. માટે માનવું જોઈએ કે સુખ-દુઃખનાં જે બાહ્ય કારણો દેખાય છે તે ઉપરાંત પણ તેનાથી ભિન્ન એવું અંતરંગ કર્મરૂપ અદૃષ્ટ કારણ પણ સુખ-દુ:ખનું કારણ છે. કાર્યમાં પડતો ભેદ સામગ્રીમાં પડેલા ભેદને આધીન હોય છે, અર્થાત્ જો કોઈ બે કાર્યોની કારણસામગ્રીમાં ફેરફાર હોય તે બે કાર્યોમાં ફેરફાર જરૂર ઊભો થાય છે. ઉક્ત સ્થળોએ બાહ્ય સામગ્રીમાં કોઈ ફેરફાર ન હોય છતાં પણ જો કાર્યનો ફેરફાર જણાય તો માનવું પડે છે કે ત્યાં બાહ્ય સામગ્રી ઉપરાંત કોઈક આંતરિક કારણની અસર પણ હોવી જોઈએ, જેના પ્રભાવથી કાર્યમાં ફેરફાર ઊભો થાય છે. આ આંતરિક કારણ તે કર્મ છે.
અત્રે કોઈને એમ શંકા ઉભવે કે દેહાદિનાં કારણ તરીકે માતા-પિતા પ્રત્યક્ષ છે, તો પછી ત્યાં અદૃષ્ટ કર્મ માનવાની શી આવશ્યકતા છે? ગર્ભમાં થતી શરીરરચનાની પાછળ માતા-પિતા કારણરૂપ છે, તેથી તેમાં અદષ્ટ પુણ્ય-પાપકર્મને કારણ માનવાની આવશ્યકતા રહેતી નથી.
આનું સમાધાન એમ છે કે પુત્રોત્પત્તિમાં દષ્ટ કારણ માતા-પિતા છે, છતાં પણ એક બાળક સર્વાગ સંપૂર્ણ સુંદર હોય છે અને તે જ માતા-પિતાનું બીજું બાળક કુરૂપ અને હીનાંગ-વિકલાંગ પણ હોય છે. એક રૂપવાન અને બીજો કુરૂપ કેમ? એક સર્વાગ સંપૂર્ણ અને બીજો વિકલાંગ કેમ? એક જ માતાના ગર્ભમાં શરીર માટે સમાન સ્થિતિ ઊભી થઈ હોવા છતાં કોઈ બાળકનાં અંગોપાંગાદિની રચના પૂર્ણ થાય છે, તો કોઈ બાળકનાં અંગોપાંગ પૂર્ણ વિકસતાં નથી; તો આની પાછળ કયું કારણ કાર્યરત છે? એક જ માતા-પિતાના બે પુત્રોમાં એક બોલતો-સાંભળતો હોય છે અને એક મૂંગો-બહેરો હોય છે, તેની પાછળ શું કારણ છે? માતા-પિતા તો એ જ છે, દૃષ્ટ કારણ સમાન છે તો પછી આ તફાવત શા માટે? માટે દુષ્ટ કારણ ઉપરાંત પણ અદૃષ્ટ કારણ એવાં શુભાશુભ કર્મને પણ માનવા ઘટે છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૧૩
'जो तुल्लसाधणाणं फले विसेसो ण सो विणा हेतुं । कज्जत्तणतो गोतम! घडो व्व हेतू य सो कम्मं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org