________________
ગાથા-૮૪
૭૧૧ બીજો વ્યાધિગ્રસ્ત બને છે; એકની તંદુરસ્તી વધે છે તો બીજો નાદુરસ્ત થાય છે. એકસરખો આહાર હોવા છતાં એક ખુશ થાય છે તો બીજો શોકાતુર બને છે. આ પ્રકારે દષ્ટ અન્ન સમાન હોવા છતાં સુખ-દુ:ખાદિરૂપ ફળની જે વિશેષતા દેખાય છે તે સકારણ હોવી જોઈએ; એટલે તેનું કારણ અદષ્ટ એવું કર્મ માનવું જ પડે છે. જો સુખ-દુઃખની વિશેષતા નિષ્કારણ હોય તો આકાશની જેમ તે સદા સંભવે અથવા ખરવિષાણની જેમ તે કદી પણ ન સંભવે. પણ એ વિશેષતા તો કદાચિત્ છે, તેથી તેનું કારણ મૂર્ત છતાં અદૃષ્ટ એવું કર્મ માનવું જ જોઈએ.
એક જ દૂધ બધાને સરખી રીતે ફળદાયી નીવડતું નથી. એક માણસ દૂધ પીએ છે તો તેની શારીરિક શક્તિ વધે છે, એ જ દૂધ બીજો પીએ છે તો તેને ઝાડા થાય છે, એ જ દૂધ ત્રીજો પીએ છે તો તેને વમન થઈ જાય છે. એક જ દવા એકસરખા ૧૦ રોગીને આપવામાં આવે છે છતાં કોઈને રોગ મટે છે અને કોઈને નથી પણ મટતો. એક જ પાઠશાળાના એક જ ધોરણમાંથી ૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને બીજા નાપાસ થાય છે. દષ્ટ કારણરૂપે શાળા, ધોરણ, શિક્ષક, પુસ્તક તો એ ને એ જ છે, છતાં કોઈ પાસ અને કોઈ નાપાસ શા માટે થાય છે? વિમાનને અકસ્માત નડતાં, એ જ વિમાનમાં મુસાફરી કરતાં અનેક મુસાફરોમાંથી કોઈ મૃત્યુ પામે છે, તો કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે, તો કોઈને ઊની આંચ પણ નથી આવતી; તેનું શું કારણ? આ પ્રમાણે વિચાર કરતાં જણાય છે કે માત્ર દૃષ્ટ કારણ માનવામાં ઘણી આપત્તિઓ છે. સુખ-દુઃખરૂપ કાર્ય માટે કેવળ દૃષ્ટ કારણો માનવામાં ઘણા દોષો રહેલા છે. માત્ર દષ્ટ કારણો માનવાથી ચાલતું નથી, અદષ્ટ એવાં કર્મને કારણ માનવાથી જ વાસ્તવિકતા સમજાય છે. દષ્ટ કારણ એકસરખું હોવા છતાં પણ ફળ એકસરખું દેખાતું નથી; માટે અદષ્ટ પુણ્ય-પાપરૂપ કર્મને કારણ માનવાથી જ સમાધાન થાય છે.
બાહ્ય સામગ્રી સમાન હોવા છતાં એક સુખી થાય છે અને એક દુઃખી થાય છે, તેનું કારણ પુણ્ય-પાપનો વિપાક છે. એક જ બજારમાં સમાન પરિસ્થિતિવાળી અને સમાન માલવાળી બે દુકાનોમાંથી એક દુકાનદારને અઢળક કમાણી થાય છે, જ્યારે બીજાને નુકસાન થાય છે. આ રીતે બાહ્ય સામગ્રી સમાન હોવા છતાં ફળમાં જે અસમાનતા જોવા મળે છે તેનું કોઈક તો કારણ હોવું જ જોઈએ, પણ તેવું કોઈ બાહ્ય કારણ જોવા મળતું નથી; તેથી માનવું પડે છે કે એમાં કોઈ આંતરિક કારણ હોવું જોઈએ અને આ આંતરિક કારણ તે કર્મ છે. આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહ્યું છે કે સુખ-દુ:ખનાં સમાન દૃષ્ટ સાધનો - કારણો પ્રાપ્ત હોવા છતાં તેનાં ફળમાં જે તરતમતા - વિશેષતા દેખાય છે તે અકારણ તો હોય જ નહીં, કારણ કે તે ઘટની જેમ એક પ્રકારનું કાર્ય છે. તે વિશેષતાનો કોઈ જનક હોવો જ જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org