________________
૭૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - જ્યારે જ્યારે કોઈ જીવ સુખી-દુઃખી હોય છે, ત્યારે ત્યારે તે અવશ્ય સ્વોપાર્જિત કર્મના કારણે હોય છે. જ્યાં કાર્ય હોય છે ત્યાં કારણ અવશ્ય હોય છે. જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ અવશ્ય હોય છે; તેમ જ્યાં સુખ-દુઃખ હોય છે, ત્યાં કર્મ અવશ્ય કારણરૂપે હોય છે. ધુમાડો દૂરથી દેખાતો હોય ત્યારે આગ ન પણ દેખાય; પરંતુ કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવામાં આવે છે, અર્થાત્ ધુમાડાથી અગ્નિનું અનુમાન કરવામાં આવે છે. તે પ્રમાણે સુખ-દુઃખરૂપ કાર્યથી કર્મનું અનુમાન થઈ શકે છે. ધુમાડો જોઈને જેમ કારણરૂપ અગ્નિની અનુમાનથી સિદ્ધિ થાય છે, તેમ આ સંસારમાં સુખદુઃખરૂપી ફળની પાછળ કર્મને કારણ તરીકે સિદ્ધ કરી શકાય છે. દાનાદિ-હિંસાદિ ક્રિયાથી થતાં શુભ-અશુભ કર્મને કારણ માનવાં યોગ્ય છે. આમ, અનુમાનથી શુભાશુભ કર્મની સિદ્ધિ થાય છે.
જીવ શુભાશુભ કર્મોનો ભોક્તા છે. જીવ પૂર્વે કરેલાં પુણ્ય-પાપનું ફળ ભોગવે છે. પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવીને જીવને ફળ આપે છે. વર્તમાનમાં જીવને જે સંયોગો મળ્યા છે તે સર્વ, ભૂતકાળમાં કરેલાં કર્મોનું ફળ છે. જીવની વર્તમાન પરિસ્થિતિ એ ભૂતકાળના શુભાશુભ કર્મોનો વિપાક છે. જીવોનાં શુભાશુભ કર્મોની તારતમ્યતાના કારણે જગતમાં વિચિત્રતા દેખાય છે. જગતમાં જે પણ વિચિત્રતા દષ્ટિગોચર થાય છે, તે સર્વ વિચિત્રતા જીવોનાં શુભાશુભ કર્મના કારણે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે સુખ-દુઃખના કારણ તરીકે અદૃષ્ટ એવાં કર્મને શા માટે માનવાં? જો દષ્ટ કારણને સુખ-દુઃખનાં કારણ માનવામાં આવે તો કર્મની સત્તાનો કોઈ પ્રશ્ન જ ન રહે; જેમ અત્તર-સુખડ વગેરે લગાડવાથી સુખ અનુભવાય છે અને પગમાં કાંટો વાગવાથી દુઃખ અનુભવાય છે. આવાં અનેક દૃષ્ટ કારણો છે તો પછી અદષ્ટ એવાં કર્મને શા માટે માનવાં? કર્મ મૂર્ત હોવા છતાં દેખાતું તો નથી, માટે દષ્ટ એવાં મૂર્ત અનાદિને જ અમૂર્ત સુખાદિનાં કારણ માનવાં જોઈએ. મૂર્ત છતાં અદષ્ટ એવા કર્મને તેના કારણ તરીકે માનવું વ્યર્થ છે.
આનું સમાધાન એ છે કે મૂર્તિ છતાં અદૃષ્ટ એવા કર્મને માનવું જરૂરી છે, કારણ કે એકસરખાં દૃષ્ટ કારણો હોવા છતાં પણ વિચિત્રતા દેખાય છે. શું સુખનાં કારણ એવાં અત્તર-સુખડ લગાડેલો માણસ રડતો જોવા નથી મળતો? તો પછી સુખનો આધાર દષ્ટ કારણો ઉપર ક્યાં રહ્યો? એ જ પ્રમાણે દુઃખનું પણ છે. એક જેવી અખાદ્ય વસ્તુ ખાવા છતાં બધા એકસરખા બીમાર પડતા નથી. માટે સુખ-દુઃખનાં કારણ તરીકે માત્ર દૃષ્ટ પદાર્થોને માનવા જતાં ઘણી બધી વિટંબણા ઊભી થાય છે.
અનાદિ દુષ્ટ મૂર્ત સાધનો સમાન છતાં તેનાં ફળ તરીકે પ્રાપ્ત થતાં સુખદુ:ખાદિ સમાન નથી હોતાં. જે અન્નથી એકને આરોગ્યલાભ થાય છે, તે જ અન્નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org