________________
ગાથા-૬૯
૪૨૭ અને ક્રમશઃ વૈરાગ્યાદિથી વાસિત થતાં મોક્ષ સંભવે છે. તેથી આત્માને ક્ષણિક જ્ઞાનરૂપ માનવામાં બંધ-મોક્ષની અસંગતિ નથી. આ દલીલનું નિરસન કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ જસ્થાન ચઉપઇ' માં કહે છે કે બૌદ્ધો પૂર્વાપર જ્ઞાનક્ષણોમાં અનુગત એવી જે એક વાસના કહે છે તેને જ સ્યામત સ્વભાવનિયત એવું આત્મદ્રવ્ય કહે છે અને તેવા જ આત્મદ્રવ્યના બંધ-મોક્ષ સંગત હોવાથી આત્મદ્રવ્યને માત્ર જ્ઞાનક્ષણસંતતિરૂપ માનવું યોગ્ય નથી.'
આની સામે બૌદ્ધો એમ કહે છે કે અમે જેને વાસના કહીએ છીએ તે કાંઈ વાસ્તવિક પદાર્થ નથી. તે તો માત્ર બુદ્ધિથી પરિકલ્પેલો પદાર્થ છે. તેથી પરિકલ્પિત એવી વાસનાને તમે માનેલા વાસ્તવિક આત્મા જેવી કઈ રીતે મનાયે? આનું સમાધાન એ છે કે બંધક્ષણ, મોક્ષક્ષણ વગેરે તો પારમાર્થિક પર્યાયો છે; તો તેનો આધાર પણ પારમાર્થિક જ હોવો જોઈએ. કાલ્પનિક વાસનાને તેનો આધાર માની ન શકાય, માટે તેના પારમાર્થિક આધાર તરીકે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે.
બૌદ્ધો એમ કહે છે કે ઘટક્ષણપરંપરામાં ઉત્તરોત્તર ઘટક્ષણ જ ઉત્પન્ન થયા કરે છે, પટાદિ ક્ષણો ઉત્પન્ન થઈ જતી નથી; અને એ જ આ વાસના છે. દરેક ઘટક્ષણોમાં અનુગત એવી ઘટદ્રવ્ય જેવી કોઈ પારમાર્થિક વસ્તુ નથી. સરખી જ્ઞાનક્ષણો ઉત્પન્ન થયા કરવી એ જ વાસના છે, નહીં કે અનેક જ્ઞાનક્ષણોમાં અનુગત એવું કોઈ વાસ્તવિક આત્મદ્રવ્ય. માટે વાસનાને આત્મદ્રવ્યરૂપ કહીને આત્માને નિત્ય સિદ્ધ કરવો યોગ્ય નથી. અમે કહેલી વાસના એ કાંઈ અનુગત નિત્ય દ્રવ્યાત્મક આત્મસ્વરૂપ નથી કે જેથી જીવ નિત્ય હોવો સિદ્ધ થાય. આનો ઉત્તર આ પ્રમાણે છે - આવી વાસનાની વાતો કરવી એ બૌદ્ધોનો મોટો દંભ છે, કારણ કે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખી ન હોવા છતાં સદશક્ષણારંભરૂપી વાસના તે બન્નેમાં અનુગત હોય એમ તેઓ કહે છે. બાકી બંધક્ષણ, મોક્ષક્ષણ વગેરે સર્વથા ક્ષણિક જ હોય તો, દ્રવ્યાદિ રૂપે પણ તે નિત્ય ન જ હોય તો, જે ક્ષણ બંધાયેલી છે તેનો તો તે જ ક્ષણે નાશ થઈ જવાથી મુક્ત થવાનું ન રહ્યું અને એમ મોક્ષક્ષણ તે પોતાની જ ક્ષણે ઉત્પન્ન થઈ હોવાથી પૂર્વે બંધાયેલી ન હોવાના કારણે ‘ન બંધાયેલી ક્ષણનો મોક્ષ થયો' એવું માનવાની આપત્તિ આવે અને તો પછી “જે બંધાય છે તે મુકાય છે એવું કહી શકાશે નહીં. તેથી ‘ભલે બંધાયેલા છીએ પણ આપણે મોક્ષ માટે જ્ઞાન-ધ્યાનાદિ કરવાની શી જરૂર છે? કારણ કે મોક્ષ તો અન્ય જ કોઈ ક્ષણનો થવાનો છે' ઇત્યાદિ અભિપ્રાયના કારણે કોઈ મોક્ષ માટે પ્રવૃત્તિ જ નહીં કરે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ’, ગાથા ૨૧
એ બૌદ્ધનું મત વિપરીત બંધ મોક્ષ ન ઘટઇ ક્ષણચિત્ત | માનો અનુગત જો વાસના દ્રવ્ય નિત્ય તેહ જ શુભમના !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org