________________
૪૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(૨) “અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ'
ગાથાની બીજી પંક્તિમાં શિષ્ય કહે છે કે કર્મગહણરૂપ પ્રવૃત્તિ પ્રેરણાશક્તિ (જ્ઞાનશક્તિ) વિના સંભવિત નથી અને પ્રકૃતિ જડ હોવાથી તેનામાં પ્રેરણાસ્વભાવ (જ્ઞાનસ્વભાવ) નથી, માટે પ્રકૃતિ કર્મની કર્તા થઈ શકે નહીં એમ સ્વીકારવામાં આવે તોપણ તેથી આત્મા કર્મનો કર્તા સિદ્ધ થતો નથી; ઈશ્વરેચ્છારૂપ પ્રેરણાશક્તિથી કર્મ થાય છે એમ માનવું ઉચિત લાગે છે. જીવ જે પણ કાર્ય કરે છે તે ઈશ્વરપ્રેરણાને આધીન હોવાથી, અર્થાત્ ઈશ્વર જ તેનો પ્રેરકકર્તા હોવાથી જીવને તે કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવ અબંધ ઠરે છે.
જગતકર્તા અને નિયંતારૂપ ઈશ્વરની માન્યતા ધરાવનારા એમ માને છે કે ઈશ્વર જેવી એક પરમ સત્તા છે, જેણે આ ચરાચર જગત રચ્યું છે. આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તે તેની ઇચ્છાથી થાય છે. અચિંત્ય જ્ઞાનશક્તિથી સહિત અને અનાદિશુદ્ધ એવો ઈશ્વર જીવનાં કર્મનો પ્રેરક હોવાથી (હિતાદિ કાર્યની પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા દ્વારા) આ જગતના કાર્યમાત્ર પ્રત્યે કારણ છે.*
આ જગતમાં જીવ સર્વ કર્મ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. જીવ સ્વતંત્રપણે કંઈ પણ કરી શકતો નથી, ઈશ્વર તેની પાસે સર્વ કરાવે છે. ઈશ્વર સર્વ પ્રાણીઓનાં હૃદયમાં રહીને તેમને મંત્ર ઉપર જડેલાં પૂતળાંની જેમ બમણ કરાવે છે; અર્થાત્ કર્મ કરવામાં જીવ સ્વતંત્ર નથી, ઈશ્વર જ તેની પાસે સર્વ કર્મ કરાવે છે. ૨
જેઓ ઈશ્વરને જગતકર્તા માને છે તે બધાનું એવા પ્રકારનું મંતવ્ય છે કે જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ કર્તુત્વ હોય છે. ઘડો બનાવતો કુંભાર લોકદષ્ટિએ ભલે ઘડાનો કર્તા કહેવાતો હોય તોપણ એ ઘડાને બનાવવાની કુંભારને પ્રેરણા કરનાર તો ઈશ્વર જ છે, માટે વસ્તુતઃ તો ઈશ્વર જ ઘડાનો કર્તા છે. જીવની કોઈ પણ નાની કે મોટી પ્રવૃત્તિ, રોગ, શોક, ઘડપણ કે મૃત્યુ એ બધામાં ઈશ્વરનું કર્તુત્વ જ રહ્યું છે. બાળક માતાની કુક્ષિમાં આવે અને જન્મ પહેલાં ત્યાં જ મૃત્યુ પામે તો તે બન્નેમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને માતાની કુક્ષિમાં લાવે છે અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ બક્ષે છે. નવોઢા સ્ત્રીના પતિને ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૧૯૪ (ઈશ્વરકત્વવાદ પૂર્વપક્ષ)
'ईश्वरः प्रेरकत्वेन कर्ता कैश्चिदिहेष्यते ।
अचिन्त्यचिच्छक्तियुक्तोऽनादिशुद्धश्च सूरिभिः ।।' ૨- જુઓ : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૧૮, શ્લોક ૬૧
‘ફૅશ્વર: સર્વભૂતાનાં હૃદેશsળુન તિતિ | भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org