________________
૫૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસ્તુતઃ તો પ્રકૃતિ જ બંધાય છે અને મુકાય છે, પણ તેનો ઉપચાર પુરુષમાં થાય છે. પુરુષ તો સદા મુક્ત જ છે. તેને બંધ-મોક્ષ છે જ નહીં. પુરુષ બંધાતો નથી, પુરુષ મુકાતો નથી, તેમજ પુરુષ સંસારમાં પરિભ્રમણ કરતો નથી, પરંતુ વિવિધ આશ્રયવાળી પ્રકૃતિ જ બંધાય છે, મુકાય છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. સાંખ્યમતવાદીઓનો બંધ-મોક્ષ અંગેનો આ બચાવ અને તે બચાવની નિર્બળતા બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “સમ્યક્ત્વ જસ્થાન ચઉપઇ”માં કહે છે –
પરમારથ નવિ બંધન મોખ ઉપચાર જો કરસ્યો તોષ |
મોક્ષશાસ્ત્ર તો તુહ્મ સવિ વૃથા જેહમાં નહીં પરમારથ કથા II સાંખ્યો એમ કહે છે કે જે પોતે પ્રકૃતિ-વિકૃતિરૂપ નથી તે પુરુષના બંધ કે મોક્ષને અમે પરમાર્થથી માનતા જ નથી; અર્થાત્ વાસ્તવિકતાનો વિચાર કરીએ તો પુરુષ બંધાતો નથી કે મુકાતો નથી. જો તેઓ આ રીતે પરમાર્થથી પુરુષનો મોક્ષ નથી એવું કહેતા હોય તો તેઓ પુરુષના મોક્ષની જે વાતો કરે છે તે માત્ર ઉપચારથી જ હોવી માનીને તેમણે સંતોષ માનવો પડશે, અર્થાત્ કર્તુત્વ વગેરે પ્રકૃતિના હોવા છતાં ઉપચારથી પુરુષના કહેવાય છે, તેમ પ્રકૃતિ જ બંધાય છે અને પ્રકૃતિનો જ મોક્ષ થાય છે' એવો પરમાર્થ માનવામાં આવે તો પુરુષમાં તે બન્નેનો ઉપચાર જ માનવો પડે; અને આ રીતે પુરુષનો મોક્ષ ઔપચારિક માનવાથી મોક્ષ અંગેના સર્વ શાસ્ત્રો નિષ્ફળ ઠરશે, કેમ કે એમાં પરમાર્થ જેવું કંઈ રહ્યું નહીં. “આખલામાં ગાયનો ઉપચાર કરીને પછી તે આખલામાંથી દૂધ શી રીતે પ્રાપ્ત કરવું?' ઇત્યાદિને જે શાસ્ત્ર જણાવતું હોય તે કંઈ સફળ બનતું નથી, અર્થાત્ એનાથી કોઈ ઇષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી, તેમ મોક્ષશાસ્ત્ર પારમાર્થિક વાતોથી શૂન્ય હોવાનું સિદ્ધ થાય તો “પચ્ચીસ તત્ત્વોનો જાણકાર ગમે તે આશ્રમમાં રત હોય; જટાધારી હોય, મુંડન કરાવનાર હોય કે ચોટલી રાખનાર હોય તોપણ મુક્ત થાય છે એ વાતમાં કંઈ સંશય નથી.' આવું જણાવનાર શાસ્ત્ર સ્વીકાર્ય બનશે નહીં, અર્થાતુ આવાં શાસ્ત્રો સાંભળવા છતાં કોઈ પણ જીવ પચ્ચીસ તત્ત્વોની જાણકારી માટે પ્રવૃત્તિ કરશે જ નહીં, કારણ કે એ જાણકારી જેના કારણ તરીકે કહી છે તે મોક્ષ જ અપારમાર્થિક - ઔપચારિક ઠરે છે. મોક્ષને મેળવવાની ઇચ્છાવાળા જીવો મોક્ષપ્રાપ્તિના ઉપાયો દર્શાવનાર શાસ્ત્રો સાંભળવા, વાંચવાની પ્રવૃત્તિ કરતાં જ્યારે જાણશે કે પોતાનો મોક્ષ થવા જેવું પરમાર્થે કંઈ છે જ નહીં, તો તેમને મોક્ષની ઇચ્છા જ નહીં રહે. આમ હોય તો પછી તેઓ શાસ્ત્ર-અભ્યાસ પણ શા માટે કરે?
જો પુરુષમાં બંધ-મોક્ષનો માત્ર ઉપચાર જ થતો હોય તો મોક્ષનું પ્રતિપાદન કરતાં સાંખ્યોનાં શાસ્ત્ર નકામાં સાબિત થઈ જાય છે, કેમ કે પોતાનાથી ભિન્ન એવી . ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ ષસ્થાન ચીપઇ, ગાથા ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org