________________
ગાથા-૭૬
૫૬૧
પ્રકૃતિના મોક્ષ માટે પુરુષ શા માટે પ્રયત્ન કરે? યજ્ઞદત્તના મોક્ષ માટે સોમદત્ત ત્યાગતપાદિ ન કરે. આવા સાંખ્યમતમાં તિ કરવાનું ઉચિત નથી કે જ્યાં આત્માના કર્તૃત્વભોક્તત્વનો લોપ કરી દેવામાં આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે
‘કોઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફલ કહો કુણ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે.’૧
કેટલાક લોકો (સાંખ્યમતવાદીઓ) આત્માને બંધ વિનાનો માને છે, અર્થાત્ તેઓ આત્મતત્ત્વને અકર્તા માને છે; છતાં તે લોકો ક્રિયા તપ, જપ, દાન, સેવા આદિ કરતાં દેખાય છે. એ ક્રિયાનું જે પરિણામ થાય તે કોણ ભોગવશે? અર્થાત્ પરસ્પર મેળ ન ખાય તેવી વાત કેમ કરો છો? એમ જ્યારે તેમને પૂછીએ છીએ ત્યારે તેમનાં મનમાં ગુસ્સો આવે છે. તેમનું કહેવું છે કે આત્મા અકર્તા હોવાથી પુણ્ય-પાપ બાંધતો નથી અને બંધનો અભાવ હોવાથી તેનો મોક્ષ પણ થતો નથી. પ્રકૃતિ કર્તા હોવાથી બંધમોક્ષ પ્રકૃતિના જ થાય છે. પણ બંધ-મોક્ષ જો પ્રકૃતિના જ હોય તો આત્માની અવસ્થા તો સદા એકસરખી રહી. સંસાર પણ તેને માટે સરખો અને મોક્ષ પણ સરખો. તો પછી આત્માએ યમ-નિયમાદિ દુષ્કર અનુષ્ઠાનોનું આસેવન કરવાનું પ્રયોજન રહેતું નથી. આત્માને જો બંધ નથી તો તેણે ભવભ્રમણનો ભય રાખવાની જરૂર નથી. આત્માનો જો મોક્ષ થતો જ નથી તો તેને મુક્તિપદની અભિલાષા રાખવાની કે તે માટે તપશ્ચર્યાદિ દુષ્કર અનુષ્ઠાનોનું સેવન કરવાની કોઈ જરૂર નથી. તેથી સાંખ્યાદિ દર્શનનો આત્મા વિષેનો મત તર્કયુક્ત નથી, પરસ્પર વિરોધી છે એમ શ્રી આનંદઘનજી મહારાજે અહીં કહ્યું છે.
વળી, સાંખ્યમત અનુસાર બંધ અને મોક્ષ પ્રકૃતિના આશ્રયે છે એમ જે કહ્યું તે યુક્તિથી પણ ઘટી શકતા નથી, કારણ કે પ્રકૃતિ એકાંતપ્રવૃત્તિરૂપ નિત્યસ્વભાવવાળી હોવાથી તેનો નિવૃત્તિસ્વભાવ કઈ રીતે હોઈ શકે? અર્થાત્ પ્રકૃતિનો સ્વભાવ પ્રવૃત્તિ ક૨વાનો હોવાથી પ્રકૃતિ ક્યારે પણ પ્રવૃત્તિથી ઉદાસીન થઈ શકતી નથી. આ વિષે સાંખ્યમતવાદીઓ એમ કહે છે કે પ્રકૃતિની પ્રવૃત્તિ કેવળ પ્રકૃતિ અને પુરુષમાં ભેદષ્ટિ કરાવવારૂપ પુરુષાર્થને માટે છે. પ્રકૃતિ ભેદજ્ઞાનને ઉત્પન્ન કરીને કૃતકૃત્ય થતી હોવાથી પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. જેમ રંગભૂમિ ઉપર નર્તકી પ્રેક્ષકોને નૃત્ય દેખાડીને નિવૃત્ત થાય છે, તેમ પ્રકૃતિ પણ પોતાના સ્વરૂપને દેખાડીને નિવૃત્ત થાય છે. તેમનું આ કથન પણ યોગ્ય નથી, કેમ કે પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં વિચારપૂર્વકની પ્રવૃત્તિનો અભાવ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી મુનિસુવ્રત ભગવાનનું સ્તવન, કડી ૨
૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૨૨૮ 'एकान्तेनैकरूपाया नित्यायाश्च न सर्वथा I તસ્યાઃ ક્રિયાન્તરામાવાવુ, વર્ધમોક્ષૌ તુ યુક્તિતઃ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org