________________
ગાથા-૫૫
૨૦૫
અનુમાન આદિ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ જ છે, તેથી ઉપરોક્ત હેતુ વિપક્ષવૃત્તિ હોવાથી વિરુદ્ધ છે. વળી, હિમાલયનું પરિમાણ કેટલું છે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી, તે વિષે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્ત થઈ શકતું નથી, તેથી કાંઈ હિમાલયના પરિમાણનો અભાવ સિદ્ધ થતો નથી. તે જ પ્રમાણે આત્મામાં જો પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણ પ્રવૃત્ત ન થતાં હોય તોપણ તેનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી, એટલે ઉપરોક્ત હેતુ વ્યભિચારી પણ છે; માટે આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.
આ પ્રમાણે આત્મા વિવિધ પ્રમાણોથી જાણી શકાય છે, પણ તે ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી ચક્ષુ આદિ ઇન્દ્રિયથી જોઈ-જાણી શકાતો નથી. આત્મા અતીન્દ્રિય હોવાથી શિષ્યને એમ લાગે છે કે આત્મા છે જ નહીં. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી તે આત્માને માનતો નથી. આત્માનું ન દેખાવું તેના સંશયનું કારણ બને છે. શ્રીગુરુ શિષ્યના આ સંશયનું નિવારણ કરે છે. શ્રીગુરુ આત્માના હોવાપણાની સિદ્ધિ કરતાં કહે છે કે ઘટ, પટ આદિ પદાર્થોની તને પ્રતીતિ છે તો તેને જાણનાર આત્માને પણ તારે માન્ય કરવો જોઈએ.' જેને જ્ઞાન થાય છે તે જ આત્મા છે. જ્ઞાન આત્માની ઓળખ કરાવનાર છે. જ્ઞાન દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. પરજ્ઞેય જણાય છે ત્યાં જ્ઞાનધારક આત્મપદાર્થની વિદ્યમાનતા પણ સિદ્ધ થાય છે. આમ, અત્યંત સરળ યુક્તિથી શ્રીગુરુ શિષ્યને અતીન્દ્રિય આત્માનો સદ્ભાવ સમજાવે છે. તેઓ સચોટ યુક્તિ દ્વારા શિષ્યને અમૂર્ત એવા આત્મપદાર્થનો નિર્ણય કરાવે છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
ઘટ, પટ આદિ જાણ તું, રૂપ રંગ ને ઘાટ; ઊંચો નીચો પોતનો, કોમળ માદરપાટ.
Jain Education International
સારું નબળું જાણતો, આ ખોટું ને ઠીક આ, તેના ભેદ પ્રભેદને,
જાણનાર તે માન નહિ,
આ ઘર શરીર કહે છે તેને
તેથી તેને માન;
એમ કહે મુખ વાણ. જાણે સઘળી રીત;
શાથી છે શંકિત.
મારું, આ ધન ધામ નિધાન; માન નહીં, કહીએ કેવું જ્ઞાન?'
* * *
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૧૭-૨૨૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org