________________
| ગાથા
૬૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?' (૭૯) અર્થ
- જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં કરે, કેમકે
-1 જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય? અર્થાત્ ફળદાતા થાય? (૭૯)
-- શ્રીગુરુએ ન્યાયયુક્ત દલીલોથી જીવના કર્તાપણાની સિદ્ધિ કરી હતી તેનો ભાવાર્થી
સ્વીકાર કરતાં અહીં શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા છે એ વાત હવે યુક્તિથી સમજાય છે. આત્મા જો પોતાના શુદ્ધ સ્વભાવના ભાનમાં વર્તે તો તે પોતાના ચેતનભાવનો કર્તા થાય છે અને જો સ્વભાવના ભાનમાં ન રહે તો રાગાદિ ભાવોમાં પરિણમી કર્મનો કર્તા થાય છે એવી શિષ્યને દઢ પ્રતીતિ થઈ છે, પણ જીવ તે કર્મોનાં ફળનો ભોક્તા હોય એ વાત બરાબર લાગતી નથી.
જીવનું કર્મફળભોસ્તૃત્વ કોઈ પણ પ્રકારે યુક્તિયુક્ત સંભવતું નથી, કારણ કે કર્મો તો જડ વસ્તુ છે. જેમ ઘટ-પટ જડ હોવાથી આત્માને સુખ આપવાનું કે દુ:ખ આપવાનું વિચારી શકતાં નથી, કારણ કે તેનામાં વિચારશક્તિ નથી, તેવી જ રીતે કર્મો પણ જડ હોવાથી તે આત્માને સુખ-દુઃખ આપવાનું વિચારી શકતાં નથી. કર્મો જડ હોવાથી ફળ આપવાનું પરિણામીપણું તેનામાં કઈ રીતે ઘટે? અમુક પરિણામના બદલામાં અમુક જ ફળ જીવને આપવું એવી બુદ્ધિ જડ કર્મોમાં કેવી રીતે હોઈ શકે? જો કર્મ જ ફળદાતા હોય તો તેનામાં જ્ઞાન હોવું ઘટે, કારણ કે જાણ્યા વિના કર્મ એ વ્યવસ્થા કેવી રીતે કરી શકે કે જીવને કયાં પુણ્ય-પાપનાં ફળ ક્યાં, ક્યારે, કેવી રીતે આપવાનાં છે. આમ, કર્મનું ફળદાતાપણું યુક્તિયુક્ત લાગતું નથી, અર્થાત્ જીવ કર્મોનો ભોક્તા હોય એ વાત શિષ્યને સંગત લાગતી નથી.
ભારતીય દર્શનોમાં કર્મવાદનું એક અનોખું સ્થાન છે. કર્મવાદ અનુસાર જે વિશેષાર્થ
જાપા] જીવ જે કર્મોનો કર્તા હોય છે, તે જ જીવ તે કર્મોનાં ફળનો ભોક્તા હોય છે. જીવની પ્રત્યેક ક્રિયાથી કર્મ બંધાય છે અને જેવું કર્મ બંધાયું હોય છે, તેના વિપાક અનુસાર જીવની મતિ અને પરિણતિ થાય છે. કર્મ અનુસાર જીવનું પરિણમન થાય છે. જૂનું કર્મ પાકે છે ત્યારે જીવની વિભાવપરિણતિ થાય તો નવું કર્મ બંધાય છે. કર્મનું આ ચક્કર અનાદિથી ચાલ્યા કરે છે.
કર્મવાદનું મૂળ પ્રયોજન છે જગતની દૃશ્યમાન વિષમતાની સમસ્યાને ઉકેલવાનું. જગતની વિચિત્રતાનું સમાધાન કર્મને માન્યા વિના થઈ શકતું નથી. બે મનુષ્ય સમાન પરિસ્થિતિઓમાં સમાન ઉદ્યમ કરે છે. પણ એકનું કાર્ય સિદ્ધ થાય છે અને બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org