________________
ગાથા-૭૯
૬૨૧ ઈશ્વર, કર્મના નિયમો આદિ વિષયોનો તે સ્વીકાર કરતો નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. ચાર્વાકમત પ્રમાણે શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી અને મૃત્યુ પછી શરીર તો નષ્ટ થઈ જાય છે, તેથી પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા કરે છે. ચાર્વાક દર્શનમાં આત્માનો તથા કર્મનો અસ્વીકાર હોવાથી આત્માના કર્મફળભાતૃત્વનો પ્રશ્ન જ ઊઠતો નથી. (૨) જૈન દર્શન
જૈન દર્શનમાં જીવનું કર્તુત્વ-ભોક્નત્વ અસંદિગ્ધપણે બતાવ્યું છે. જૈન શાસ્ત્રોમાં જીવનું કર્તૃત્વ અને ભોસ્તૃત્વ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. તેના મત પ્રમાણે જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તેણે ભોગવવાં પડે છે. કરેલાં કર્મોને ભોગવ્યા વિના છુટકારો થતો નથી. કર્મનાં ફળ પ્રાણીમાત્રને ભોગવવાં જ પડે છે. તેમાં કોઈનું કાંઈ ચાલતું નથી. જૈનસિદ્ધાંત પ્રમાણે કર્મ એ માત્ર પુરુષપ્રયત્ન જ નથી, તેમ એ નિઃસ્વભાવ નિયમમાત્ર પણ નથી; પણ તે પુગલસ્વભાવી છે, અર્થાત્ પૌગલિક (material) છે. જૈન દર્શન સૃષ્ટિકર્તા કે કર્મફળનિયંતા એવા કોઈ ઈશ્વરને માનતું નથી. તે એમ માને છે કે કર્મ પોતે જ ફળ ઉપજાવવાને શક્તિમાન છે. કર્મફળ અને જીવની વચ્ચે ઈશ્વરને લાવવાની કોઈ જરૂર નથી. (૩) બૌદ્ધ દર્શન
બૌદ્ધમત પ્રમાણે નામ-રૂપનો સમુદાય એ પુગલ-જીવ છે. એક નામ-રૂપથી બીજું નામ-રૂપ ઉત્પન્ન થાય છે. જે નામ-રૂપે કર્મ કર્યું, તે નામ-રૂપ ક્ષણિક હોવાથી તે નષ્ટ થઈ જાય છે; પણ તેનાથી બીજું નામ-રૂપ ઉત્પન્ન થાય છે, જે પૂર્વોક્ત કર્મનો ભોક્તા બને છે. બીજું નામ-રૂપ પ્રથમ નામ-રૂપથી ઉત્પન્ન થયું છે, તેથી તેનાં કરેલાં કર્મને તે ભોગવે છે. જે કર્મ જે પૂર્વપુગલે કર્યું, તે પુદ્ગલ ભલે નષ્ટ થઈ જાય, પણ એ જ પુદગલના કારણે નવું પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને તે તેનું ફળ ભોગવે છે. કર્તુત્વ અને ભોસ્તૃત્વ સંતતિમાં ઘટતાં હોવાથી કોઈ કર્મ ભોગવ્યા વિનાનું રહેતું નથી. બૌદ્ધ દર્શન અનુસાર કર્મ એ એક મહાન સંસારનિયમ છે. સંસારનો પાયો જ એની ઉપર રચાયો છે. બૌદ્ધો માને છે કે કર્મના ફળ સંબંધમાં કર્મ સંપૂર્ણ સ્વાધીન છે. કર્મ જ સંસ્કારની મારફત કર્મફળ ઉપજાવે છે. ઈશ્વરની દરમ્યાનગીરીની તેમાં જરૂર નથી. બૌદ્ધો કર્મફળનિયંતા તરીકે ઈશ્વરનું અસ્તિત્વ માનતા નથી. (૪) ન્યાય-વૈશેષિક દર્શન
નૈયાયિકો-વૈશેષિકોના મત પ્રમાણે આત્મા એકરૂપ નિત્ય છતાં તેમાં કત્વ અને ભોક્નત્વ એવા ક્રમિક ધમ ઘટે છે. તેઓ કહે છે કે આત્મદ્રવ્ય નિત્ય છતાં તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org