SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મમાં એક અલંઘ્ય શક્તિ છે એ વાત દરેક ભારતીય દર્શન સ્વીકારે છે. કર્મનું ફળ એવું તો દુરતિક્રમણીય છે કે દરેકે પોતાનાં પૂર્વનાં કર્મો ભોગવવા માટે દેહરૂપી કારાગારમાં કેટલોક વખત પુરાઈને રહેવું પડે છે અને એક કારાગૃહમાંથી બીજા કારાગૃહમાં જવું પડે છે. આ સંબંધીના ઉલ્લેખો ભિન્ન ભિન્ન ભારતીય દર્શનશાસ્ત્રોમાં જોવા મળે છે. ૬૨૦ વેદપંથી કવિ શિહ્નન મિશ્ર કહે છે કે આકાશમાં ઊડીને જાઓ, દિશાઓની પેલે પારજાઓ, દરિયાના તળિયે જઈને બેસો, મરજીમાં આવે ત્યાં જાઓ; પણ જન્માંતરને વિષે જે શુભાશુભ કર્મ કર્યાં હોય તેનાં ફળ તો છાયાની જેમ તમારી પાછળ ને પાછળ જ આવશે. એ તમારો પીછો નહીં છોડે. ૧ મહાત્મા બુદ્ધે પણ પોકારી પોકારીને કહ્યું છે કે અંતિરક્ષમાં જાઓ, સમુદ્રની અંદર સમાઓ, પર્વતની ગુફામાં ભરાઓ; પણ જગતની અંદર એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં પાપકર્મનું ફળ તમારે ભોગવવું ન પડે.ર જૈનાચાર્યશ્રી અમિતગતિજી કહે છે કે પૂર્વે જે કર્મો પોતે કર્યાં હોય તેનાં શુભાશુભ ફળ જીવે ભોગવવાં જ પડે. જો એક જીવે કરેલાં કર્મોનાં ફળ બીજા જીવને ભોગવવાં પડતાં હોય તો પછી જીવે પોતે કરેલાં કર્મોનો કંઈ અર્થ જ નથી રહેતો.૩ જીવના કર્મફળભોક્તૃત્વ અંગે ભિન્ન ભિન્ન દર્શનોની માન્યતાનું સંક્ષેપમાં અવલોકન કરીએ (૧) ચાર્વાકદર્શન ચાર્વાકદર્શન માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનતું હોવાથી તે માત્ર તે જ વસ્તુઓની સત્તા સ્વીકારે છે કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય છે. ચાર્વાકમત અનુસાર ભૂતદ્રવ્ય જ એકમાત્ર સદ્રવ્ય છે, કારણ કે તે દેખાય છે. આત્મા, જન્માંતર, સ્વર્ગ, ૧- જુઓ : કવિ શિદ્દન મિશ્રરચિત, ‘શાંતિશતકમ્', શ્લોક ૮૧ 'आकाशमुत्पततु गच्छतु वा दिगन्तमम्भोनिधिं विशतु तिष्टतु वा यथेष्टम् । जन्मान्तरार्ज्जितशुभाशुभकृन्नराणां छायेव न त्यजति कर्म्म फलानुबन्धि ।।' ૨- જુઓ : ‘ધમ્મપદ', અધ્યાય ૯, શ્લોક ૧૨ 'न अन्तलिक्खे न समुद्दमज्झे न पब्बतानं विवरं पविस्स । न विज्जती सो जगतिप्पदेसो यत्रट्टितो मुञ्चेय्य पापकम्मा ।।' ૩- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીરચિત, ‘સામાયિક પાઠ’, શ્લોક ૩૦ 'स्वयं कृतं कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभते स्फुटं स्वयं कृतं कर्म निरर्थकं तदा ।।' > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy