________________
ગાથા-૬૩
૩૧૯ શકતું નથી. ચેતનનો નાશ થયો’ એમ જાણનારો તેનાથી જુદો હોય તો જ તે તેમ કહી શકે. જો તે જુદો ન હોય તો તે આમ કહી શકે નહીં, કારણ કે નાશ થયો એ જાણનાર રહે જ નહીં તો નાશ થયો એ વાત કહે કોણ? તેથી ચેતન પોતાનાં ઉત્પત્તિલય જાણી શકતો નથી. ચેતનનાં ઉત્પત્તિ-લયને જાણનાર ચેતન, ચેતનની ઉત્પત્તિ પહેલાં પણ અને ચેતનના લય પછી પણ હોય તો જ તે ચેતનનાં ઉત્પત્તિ-લય જાણી શકે છે, માટે ચેતનને ઉત્પત્તિ-લયનો જ્ઞાતા માનતાં જ ચેતનની ઉત્પત્તિ પહેલાં, ચેતનના લય પછી તેમજ તેની સ્થિતિકાળ પર્વત, એટલે કે ત્રણે કાળમાં ચેતનની સત્તાનો સ્વીકાર સ્વયં થઈ જાય છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે એવી કલ્પના કરતાં જ ચેતનની નિત્યતા સિદ્ધ થઈ જ જાય છે. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર ચેતન પોતે જ છે એમ જ કહેવામાં આવે તો તે યુક્તિસંગત ઠરતું નથી, કારણ કે એમ સ્વીકારતાં તો ચેતનનું ઉત્પત્તિ-લયરહિતપણું જ સિદ્ધ થઈ જાય છે. આમ, ચેતનથી ભિન્ન દેહાદિ પદાર્થો ચેતનનાં ઉત્પત્તિ-નાશ જાણી શકતાં નથી અને તેનાથી ભિન્ન પદાર્થ જ ઉત્પત્તિ-લય જાણી શકતો હોવાથી ચેતન સ્વયં પોતાનાં ઉત્પત્તિ-લય જાણી શકતો નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ ત્રણે કાળમાં સંભવ નથી. તે અનુભવ થવો અશક્ય છે. (૨) દેહનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન પણ જે દેહથી જુદો હોય તેને જ થાય. જે દેહથી જુદો ન હોય તેને ક્યારે પણ દેહનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન થઈ શકે નહીં, તેથી દેહનાં ઉત્પત્તિ-લય જાણનાર દેહથી જુદો હોવો જોઈએ. દેહથી આત્મા સર્વથા ભિન્ન છે, વળી તે જ્ઞાનસ્વભાવી છે એમ પૂર્વે સિદ્ધ થઈ ચૂક્યું છે; તેથી આત્મા દેહનાં ઉત્પત્તિ-લયને જાણી શકે છે. દેહથી જુદો એવો ચેતન આત્મા દેહનાં ઉત્પત્તિ અને વિનાશને જાણે છે. તેના વિના દેહનાં ઉત્પત્તિ અને વિનાશ જાણવા કોઈ સમર્થ નથી.
આત્મા દેહનાં ઉત્પત્તિ-લયનો જાણનાર હોવાથી તે ઉત્પત્તિ-લયરૂપ નથી કરતો, પણ કેવળ તેનો જાણનાર ઠરે છે. જેનાં ઉત્પત્તિ-લય જે જાણે છે, તે સ્વયં ઉત્પત્તિલયરૂપ સિદ્ધ નથી થતો, પણ માત્ર તેનો જાણનાર સિદ્ધ થાય છે; તેથી દેહનાં ઉત્પત્તિલય જાણનાર એવા આત્માનાં ઉત્પત્તિ-લય સિદ્ધ થઈ શકતાં નથી. દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માનાં ઉત્પત્તિ-લય થતાં નથી. તે બન્ને વચ્ચે ઐક્ય નથી. જેનાં ઉત્પત્તિ-લય જણાય છે તે દેહ અને જે તેનાં ઉત્પત્તિ-લયને જાણે છે તે આત્મા વચ્ચે કોઈ પણ પ્રકારની એકતા નથી. આમ, દેહનાં ઉત્પત્તિ-નાશ સાથે આત્માને કોઈ સંબંધ નથી, કારણ કે તે તેનાથી ભિન્ન, માત્ર તેને જાણનારો છે; સ્વયં ઉત્પત્તિ-નાશરૂપ નથી. સર્પ અને કાંચળીના દષ્ટાંતથી આત્મા અને શરીરનો સંબંધ સમજાવતાં શ્રીમદ્ લખે છે –
જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org