________________
ભૂમિકા
ગાથા ૭૬માં શ્રીગુરુએ કહ્યું કે આત્મા જો સર્વથા અસંગ હોત તો તેવો સ્પષ્ટપણે ભાસવો જોઈતો હતો. સ્વભાવદૃષ્ટિથી તે અસંગ છે, પણ નિજ સ્વરૂપનું ભાન પ્રગટ્યા પછી જ તેમ અનુભવાય છે, તે પહેલાં નહીં. તેથી આત્મા સર્વથા અસંગ, અબંધ અને શુદ્ધ નથી. તે રાગ-દ્વેષરૂપે પરિણમે છે અને તેથી જડ કર્મનો બંધ કરતો હોવાથી તે કર્મનો કર્તા સિદ્ધ થાય છે.
ગાથા -
-
ગાથા ૭૨માં શિષ્ય આત્માને અબંધ બતાવી, કર્મના કર્તા તરીકે પ્રકૃતિ અથવા ઈશ્વરને બતાવ્યાં હતાં. પ્રકૃતિકર્તૃત્વવાદનું અયથાર્થપણું શ્રીગુરુએ ગાથા ૭૬માં બતાવ્યું. હવે ગાથા ૭૭માં ઈશ્વરકતૃત્વવાદનું અયથાર્થપણું બતાવી, કર્મનો કર્તા આત્મા જ છે એમ શ્રીગુરુ સિદ્ધ કરે છે.
ગાથા
ગાથા ૭૨ના ઉત્તરાર્ધમાં શિષ્યે કહ્યું હતું કે ‘અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ', અર્થાત્ ઈશ્વરે આ ચરાચર જગત રચ્યું છે અને જગતનાં કાર્યો ઈશ્વરની ઇચ્છા મુજબ અને તેની પ્રેરણાથી થાય છે. જગતના જીવો જે કર્મો કરે છે તે ઈશ્વરપ્રેરણાથી જ થાય છે અને તેથી તે કર્મો કરવામાં જીવનો પોતાનો કોઈ દોષ ન હોવાથી જીવ અબંધ ઠરે છે. શિષ્યની આ દલીલનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે
66
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણ્યું, ઈશ્વર દોષપ્રભાવ.' (૭૭)
Jain Education International
કર્મનો ઈશ્વર કર્તા કોઈ
છે નહીં; શુદ્ધ
જગતનો અથવા જીવોનાં અર્થ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭)
હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું? આત્માએ નહીં ચિંતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં? અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું
For Private & Personal Use Only
www.jainelibrary.org