________________
४७०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પોતાની ઇચ્છાથી કોઈ કાર્ય કરતો નથી, પરંતુ તેની અંદર પ્રવેશેલ ભૂત-પ્રેત તે કાર્યો કરાવે છે; તેમ જીવ કર્મ કરતો નથી, પરંતુ તેમાં પ્રવેશેલી ઈશ્વરીય ઇચ્છા કર્મ કરાવે છે અને જો ઈશ્વર જ કર્મનો પ્રેરકકર્તા હોય તો આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું ઉચિત છે. ઉપરોક્ત બને વિકલ્પોથી એમ ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારે જીવને કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવ અબંધ છે.
2 શિષ્ય આત્માને નિત્ય તો માને છે, પણ આત્માના કર્મકત્વ વિષે તેને (વિશેષાર્થ
૧હજી સંશય છે. આત્માને અબંધ માનનારાં દર્શનોની માન્યતાના પ્રભાવથી શિષ્યને એમ લાગે છે કે આત્મા કર્મનો કર્તા નથી. આત્માનું અબંધપણું દર્શાવનારા બે વિકલ્પો રજૂ કરતાં શિષ્ય કહે છે કે આત્મા સદા અસંગ રહે છે અને માત્ર પ્રકૃતિ કર્મબંધ કરે છે. આત્મા પુણ્ય-પાપરૂપ કર્મ બાંધતો નથી અને બંધનો અભાવ હોવાથી તેનો મોક્ષ પણ થતો નથી. પ્રકૃતિ કર્તા હોવાથી બંધ-મોક્ષ પણ પ્રકૃતિનો જ થાય છે, તેથી આત્મા અબંધ છે; અથવા ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે. જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ઈશ્વરની પ્રેરણાથી જ થઇ રહ્યું છે. જીવ જે પણ કર્મ કરે છે તે સર્વ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. જીવ પોતે કશું જ કરતો નથી, પણ ઈશ્વર તેની પાસે કરાવે છે. ઈશ્વર જ તેની પાસે સારાં-નરસાં કાર્યો કરાવે છે. સારાં-નરસાં કાર્યો કરવાં એ જીવના હાથમાં નહીં પણ ઈશ્વરને આધીન છે. બધું ઈશ્વરેચ્છા ઉપર નિર્ભર હોવાથી આત્મા અબંધ ઠરે છે.
આ બન્ને વિકલ્પોને વિસ્તારથી વિચારીએ – (૧) “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;”
આત્માનું અબંધપણું સિદ્ધ કરવા શિષ્ય એવી દલીલ કરે છે કે જગતમાં મુખ્ય બે તત્ત્વ છે - પુરુષ અને પ્રકૃતિ. તેમાં પુરુષ સદા અસંગ છે અને પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. પુરુષ કેવળ શુદ્ધ, નિર્વિકાર, રાગ-દ્વેષરહિત નિર્મળ પદાર્થ છે. એનું સ્વરૂપ સર્વ પદ્રવ્ય તથા પરભાવથી રહિત, અસંગ અને અલિપ્ત છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે; તેમ આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી સદા રહિત છે. અમૂર્ત આકાશ જેમ કોઈ પણ મૂર્ત દ્રવ્યના સંગથી બદ્ધ થઈ શકે નહીં, તેમ અમૂર્ત એવો આત્મા પણ મૂર્ત પુદ્ગલદ્રવ્યરૂપ કર્મથી બદ્ધ થઈ શકે નહીં. આત્મા કેવળ શુદ્ધ, અસંગ અને નિષ્ક્રિય હોવાથી તે કર્મનો કર્તા હોઈ શકે નહીં. સત્ત્વ, રજસ્ અને તમન્ એ ત્રિગુણાત્મક પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે, તેથી આત્મા અબંધ ઠરે છે.
આ દલીલમાં મહર્ષિ કપિલપ્રણીત સાંખ્ય દર્શનની છાયા સ્પષ્ટ દેખાય છે. સાંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org