________________
ગાથા-૬૮
૩૯૭ તે રૂપે તેની ઉત્પત્તિ અને જે રૂપે તે કાયમ રહે છે તે રૂપે તેને અવિનાશી માનવામાં કોઈ પણ બાધા આવતી નથી, પરંતુ તેને સર્વથા ક્ષણિક માનવામાં વસ્તુસ્વભાવનો યથાર્થ નિર્ણય થતો નથી.
શિષ્યની શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે કે વસ્તુમાત્ર દ્રવ્યરૂપે નિત્ય છે અને અવસ્થારૂપે અનિત્ય છે; તેમ આત્મા પણ વસ્તુ હોવાથી, તે દ્રવ્યરૂપે નિત્ય - ત્રિકાળવાર્તા છે અને સમયે સમયે તેની અવસ્થાનું પલટવાપણું હોવાથી પર્યાયે અનિત્ય છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને તેની અવસ્થાઓ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળી હોવાથી તે પર્યાયથી અનિત્ય છે. તે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે.
આત્મા ચૈતન્યદ્રવ્યરૂપે કાયમ રહે છે અને તેની અવસ્થાઓ - બાહ્ય તેમજ આંતરિક બને રીતે બદલાતી રહે છે. માનવ, પશુ, દેવ, નારકી અથવા બાળ, યુવાન, વૃદ્ધ અવસ્થાઓ એ બધી બહારની અવસ્થાઓ છે; જ્યારે ક્રોધ, માન, માયા અને લોભરૂપ અશુદ્ધ પરિણમન અથવા વીતરાગતારૂપ શુદ્ધ પરિણમન અંતરંગ અવસ્થા છે. પરંતુ આ બધી પરિણતિઓમાં આત્મા તો સદાકાળ એકરૂપે જ રહે છે. આત્મા તો ચૈતન્યરૂપ જ સદા સર્વદા રહે છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ સદા ધ્રુવ છે, અવિનાશી છે, શાશ્વત છે. ત્રણે કાળમાં તેનું મૂળ સ્વરૂપ એકસરખું જ રહે છે.
આમ, આત્મા મૂળદ્રવ્યની અપેક્ષાએ ધુવ છે અને પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિવિલય સ્વરૂપે છે, તેથી આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ બન્ને અપેક્ષાઓ ભેગી કરતાં આત્મા નિત્ય તથા અનિત્ય એમ બન્ને સ્વરૂપે સિદ્ધ થાય છે. જ્યારે આત્માને દ્રવ્યની કે પર્યાયની એમ જુદી જુદી અપેક્ષાથી જોવામાં આવે ત્યારે તે નિત્ય અથવા અનિત્યરૂપે જણાય છે, પણ જ્યારે તે બન્ને અપેક્ષાઓને ભેગી કરવામાં આવે ત્યારે આત્મા નિત્યાનિત્યરૂપે જણાય છે. આત્મા નિત્યાનિત્ય છે એ જ એનું સાચું સ્વરૂપ છે.
કોઈ આત્માને એકાંતે નિત્ય માને છે, કોઈ એકાંતે ક્ષણિક માને છે. આ બને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા કૂટસ્થ નિત્ય નથી, કારણ કે તે જન્મ-મરણ ધારણ કરે છે. તે જ પ્રમાણે આત્મા સર્વથા અનિત્ય પણ નથી, કારણ કે બદલાતી પર્યાયોમાં પણ આત્મા સદા નિત્ય રહેનાર છે. બદલાતા દાગીનાના આકારમાં સોનું જેમ નિત્ય દ્રવ્ય છે, તેમ બદલાતી પર્યાયોમાં આત્મા નિત્ય દ્રવ્ય છે. અનેકાંત દૃષ્ટિએ આત્મા નિત્યાનિત્ય, અર્થાત્ પરિણામી નિત્ય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે જીવાજીવાદિ પ્રત્યેક દ્રવ્ય, ભિન્ન ભિન્ન સ્વરૂપે ઉત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org