________________
ગાથા – ૪૩
- શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથામાંથી ૪૨ ગાથા પૂર્વભૂમિકારૂપે [22] લખી, જેમાં સ્વછંદને ટાળવાની અનિવાર્યતા બતાવ્યા પછી, મતાર્થ ત્યજવા
ભૂમિકા માટે મતાથનાં લક્ષણોનું અને આત્માર્થ પામવા માટે આત્માર્થીનાં લક્ષણોનું નિરૂપણ કર્યું છે. હવે શ્રીમદ્ આ કૃતિના મુખ્ય વિષય ઉપર આવે છે.
શ્રીમદે ગ્રંથના પ્રધાનવિષયની પ્રસ્તાવનારૂપે બે ગાથા પ્રમાણ પપદનામકથન' વિભાગની રચના કરી છે. જે છ પદનો બોધ ગુરુ-શિષ્યના સંવાદરૂપે શ્રીમદે યોજ્યો છે, તે છ પદનાં નામનો નિર્દેશ કરી, પદર્શનની જે વાત આગળ ઉપર કહેવામાં આવવાની છે, તેના સારરૂપે આ બે ગાથા રચી છે. ગાથા ૪રમાં આત્મવિચાર અર્થે જે છ પદનો બોધ આપવાનો શ્રીમદે નિર્દેશ કર્યો હતો, તે છ પદનો ઉલ્લેખ કરતાં શ્રીમદ્ કહે છે –
આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; ગાથા
છે ભોક્તા', “વળી “મોક્ષ છે”, “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) 2 “આત્મા છે', “તે આત્મા નિત્ય છે', તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', અર્થ
૧] “તે કર્મનો ભોક્તા છે', “તેથી મોક્ષ થાય છે', અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે'. (૪૩)
તત્ત્વજિજ્ઞાસુની સર્વ મૂંઝવણ ટળી જાય, સુવિચાર સ્ફરે તથા મોક્ષમાર્ગની ભાવાર્થ
સમજ પ્રગટે તે અર્થે શ્રીમદે આ શાસ્ત્રમાં છ પદની દેશના આપી છે. ન્યાય અને યુક્તિથી ‘આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' અને “મોક્ષનો ઉપાય છે' - એ છ પદનું વિસ્તૃત વર્ણન કરતાં પહેલાં વાચકવર્ગ ગ્રંથવિષયથી પરિચિત થાય તે અર્થે તત્ત્વજ્ઞાનના પાયારૂપ આત્માનાં છ પદનું નામકથન આ ગાળામાં કર્યું છે.
આ પ્રાસ્તાવિક નામકથન દ્વારા શ્રીમદ્ વાચકને છ પદની વિચારણા તરફ પ્રેરે છે. આ નામકથન વાચકને છ પદના ભાવમાં લઈ જવાનું કાર્ય કરે છે કે જેથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા સમર્થ એવાં આ છ પદના બોધને વાચક ગ્રહણ કરી શકે. આ છ પદનો અનન્ય નિશ્ચય શ્રીમદે અનુભવસિદ્ધપણે કર્યો હોવાથી, કરુણાભાવથી પ્રેરાઈને તેમણે જીવના હિતાર્થે આ શાસ્ત્રમાં આગળ ઉપર છ પદની મીમાંસા વિસ્તારથી કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org