________________
* શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ ત્રણ તથા વિશેષાર્થ
૧અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર એમ સાત કર્મ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી આત્માનું જે નિર્મળ પરિણામ પ્રગટે છે તેને સમ્યકત્વ કહે છે. સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા થવાથી તત્ત્વની શ્રદ્ધા થાય છે અને જીવ જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્યસ્વરૂપ તરફ વળે છે, ત્યારે વિકલ્પોનો સંબંધ ટળતાં સમ્યક્ત્વ પ્રગટે છે. સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્ર તથા જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે અને વિકલ્પોનો અભાવ થતાં, શુદ્ધાત્માની અનુભૂતિ થાય તેને નિશ્ચય સમ્યકત્વ કહેવામાં આવે છે.
વ્યવહાર સમ્યકત્વના સડસઠ ભેદો છે, જેનું પાલન કરવાથી નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ચાર શ્રદ્ધા, ત્રણ લિંગ, દશ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણા, છ આગાર, છ પ્રકારની ભાવના, છ સમકિતનાં સ્થાનકો - એ રીતે સમકિતના સડસઠ ભેદ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સમકિતના સડસઠ ભેદ ઘણા ઉદાર એટલે કે મનોહર છે, કેમ કે તે સર્વને ઘણા ગુણકારી છે. એ સડસઠ બોલનાં તત્ત્વનો, તેના પરમાર્થનો વિચાર કરતાં સંસારસમુદ્રનો પાર પમાય, એટલે કે મોક્ષ પમાય.
આ સડસઠ ભેદોમાં પ્રસ્થાનરૂપ છ વ્યવહારો છે. જે માન્યતાઓ અપનાવવાથી સમ્યકત્વ દઢ થાય, તે માન્યતાઓ સમ્યક્ત્વનાં સ્થાનક કહેવાય છે. એના છ પ્રકાર છે, જેમ કે “ચેતના જેનું લક્ષણ છે તેવું આત્મા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય છે' , ‘આત્મા પરિણામી નિત્ય છે' ઇત્યાદિ, ‘આત્મા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી', ‘આત્મા એકાંતે નિત્ય છે' ઇત્યાદિ માન્યતાઓ આનાથી વિપરીત છે અને તેથી તે સર્વ મિથ્યાત્વની પોષક છે. સમ્યકત્વના નિવાસનાં સ્થાનરૂપ છે પદનો ઉલ્લેખ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીના ‘સન્મતિતર્ક પ્રકરણમાં, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના અધ્યાત્મસાર', ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ' તથા ‘સમકિતના સડસઠ બોલની સક્ઝાય'માં જોવા મળે છે.
જૈન શ્રુત સાહિત્યમાં ‘શ્રી આવશ્યક સૂત્ર' એ એક મહત્ત્વનો ગ્રંથ છે. આચાર્યશ્રી ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘સમકિતના સડસઠ બોલની સઝાય', કડી ૫,૬,
ચઉ સદુહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે; બિણિ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. પ્રભાવક અંડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષટુ જયણા ષટુ આગાર ભાવના, છવિહા મને આણીએ; પટુ ઠાણ સમકિતતણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વવિચાર કરતાં, લહીં જે ભવપાર એ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org