________________
ગાથા – ૮૧
ગાથા ૮૦માં શિષ્ય કહ્યું કે શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ જો ભૂમિકા
| માનવામાં આવે તો જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થઈ શકે, પણ એમ માનવા જતાં ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે. દેહરહિત, રાગરહિત, પરની ક્રિયારહિત, માત્ર જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપે જે પોતામાં જ સ્થિત હોય તે જ ઈશ્વર છે અને આવા ઈશ્વરને ફળદાતા માનવાથી ઈશ્વરના સ્વરૂપ વિષે વિરોધ આવે છે એમ શિષ્યને ભાસે છે.
સુવિચારવાન શિષ્યને, જીવ કર્મનાં ફળનો ભોક્તા છે કે નહીં તે વિષે ઊંડાણથી તર્કયુક્ત વિચાર કરતાં સમજાયું છે કે કર્મફળદાતા ઈશ્વર કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકે નહીં, પરંતુ ઈશ્વર સિદ્ધ ન થાય તો બીજી અનેક વિટંબણાઓ ઊભી થાય છે. પોતાની મૂંઝવણ રજૂ કરતાં તે કહે છે –
“ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; | ગાથા |
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય.' (૮૧) 7 તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે અર્થી
1 નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું? (૮૧)
- પરમાર્થજિજ્ઞાસુ શિષ્યને ઈશ્વરનું ફળદાતાપણું યુક્તિસંગત લાગતું નથી. જો ભાવાય! ઈશ્વર જીવને સુખ-દુઃખ ભોગવાવે છે એમ માનવામાં આવે તો ઈશ્વરની શુદ્ધતા રહેતી નથી અને તેથી ઈશ્વરમાં ઈશ્વરપણું ઘટી શકતું નથી. ઈશ્વરને ફળદાતા માનતાં તે જગતના પ્રપંચમાં પ્રવર્તનાર, ઉપાધિયુક્ત કરે છે અને તેમ તો સ્વીકારી શકાય નહીં. વળી, ફળદાતા ઈશ્વરને ન સ્વીકારવામાં આવે તો એક નવી મુશ્કેલી ઊભી થાય છે. જો ઈશ્વર અસંગ જ હોય, પરની ઉપાધિમાં પ્રવર્તતો ન હોય તો આ વિશાળ જગતનો કોઈ નિયંતા રહે નહીં; જીવને પોતાનાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનું કોઈ સ્થાન રહે નહીં અને જો સ્વર્ગાદિ સ્થાનક સિદ્ધ ન થાય તો જીવનું કર્મભોફ્તત્વ પણ સિદ્ધ થઈ શકે નહીં; અર્થાત્ ઈશ્વર સાબિત ન થાય તો જગતનો નિયમ રહેતો નથી અને પછી પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાનાં સ્થાન પણ રહેતાં નથી. આમ, આત્માને કર્મનું ભોફ્તત્વ રહેતું નથી.
ઈશ્વર જીવને કર્મોનું ફળ ભોગવાવે એ વાત પણ સિદ્ધ થતી નથી અને કર્મો જડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org