________________
ગાથા-૮૬
७७८
કે આ જગત સ્વયં પોતાના પરિણમનસ્વભાવના કારણે પ્રાપ્ત સામગ્રી અનુસાર પરિવર્તન કરે છે. સૃષ્ટિચક્ર સ્વયંસંચાલિત છે. જીવ અને પુદ્ગલના પરસ્પરને પ્રભાવિત કરવાવાળા સંયોગો તેમજ વિયોગોથી આ સૃષ્ટિનું મહાચક્ર સ્વયં ચાલી રહ્યું છે. આ બે દ્રવ્યો વચ્ચે કારણ-કાર્યપરંપરા, પરિવર્તનસ્વભાવ, પરસ્પર નિમિત્તતા, અન્યોન્ય પ્રભાવકતા વગેરે અનાદિ કાળથી બરાબર ચાલી રહ્યાં છે.
જડ અને ચેતન બન્નેના અચિંત્ય સામર્થ્યવંત સ્વભાવ તથા તેમના સંયોગવિશેષથી આ લોક પરિણમે છે. આ વિષય અત્યંત ગહન છે. જડ-ચેતનના સ્વભાવ, સંયોગ, સંયોગીભાવ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે. આ વિષે શ્રીમદ્ કહે છે -
આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે.”
જીવ કર્મ કેવી રીતે બાંધે છે અને કેટલા કાળ સુધી, કયા સ્થળે, કેટલા રસ સહિત તે કર્મોનું ફળ ભોગવશે વગેરે વાત ઘણી ગહન છે. જેની વચ્ચે અત્યંત ભિન્નપણું છે એવાં બે દ્રવ્યોનું એકબીજાને અડ્યા વિના એક ક્ષેત્રમાં રહેવું, જીવના ભાવકર્મના નિમિત્તે પુદ્ગલનાં રજકણોનું કર્મરૂપે પરિણમવું, એ કર્મના ઉદય સમયે જીવનું તથારૂપ સંયોગની વચમાં જવું, એ સંયોગને આધીન થઈને રાગાત્મક-દ્વેષાત્મક ભાવે વર્તવું અથવા તો વીતરાગભાવે વર્તવું ઇત્યાદિ વિષય અત્યંત ગહન છે. જડચેતનના જે સ્વભાવ છે, તે તેમની પોતાની સ્વસત્તાના આધારે છે, છતાં તે બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ છે. જીવ અને પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી લોકનું પરિણમન થાય છે. આ ગૂઢ રહસ્યની વાત છે. મહાન બુદ્ધિમાન પુરુષો વડે સમજાવવામાં આવે તોપણ શીઘ્રતાથી આનું સંપૂર્ણ રહસ્ય લક્ષમાં આવતું નથી. આ ગહન વાતને અત્રે ટૂંકમાં કહી છે. તેનો વિસ્તાર કર્મગ્રંથોમાં કરેલો છે. અહીં તો મુખ્યત્વે આત્માના કર્મફળભોક્તાપણાનો લક્ષ કરાવવાનો હોવાથી તેનો વિસ્તાર અહીં આવશ્યક નથી, તેથી તેનો ટૂંકામાં નિર્દેશ કર્યો છે. અહીં તો આત્મા કર્મનો ભોક્તા છે એટલો જ લક્ષ કરાવવાનો હોવાથી આ ગહન વાતને શ્રીમદે આ ગાથામાં સંક્ષેપમાં કહી છે. આ ગાથાને સરળતાથી સમજાવતાં શ્રી ધીરજલાલ મહેતા લખે છે કે –
‘ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય છે અને ઉત્કૃષ્ટ અશુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ પાપ બંધાય છે. મધ્યમ પરિણામથી મધ્યમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org