________________
૪૧૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અનિત્ય કહેતા એવા ક્ષણિકવાદને ત્યજી દેવો ઘટે છે.
બૌદ્ધમતમાં બતાવ્યા મુજબ જો આત્મા ક્ષણિક હોય તો તે ક્ષણિકતાનું કથન પણ ન કરી શકે, તેમજ સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન પણ ન કરી શકે, કારણ કે બૌદ્ધમત પ્રમાણે જ્ઞાન એક છે, અર્થાત્ અસહાય છે અને તે એક જ્ઞાન એક જ વિષયને ગ્રહણ કરે છે. વળી, તે જ્ઞાન પાછું ક્ષણિક પણ છે. જો આમ જ હોય તો “આ સંસારમાં જે સત્ છે તે બધું ક્ષણિક છે' ૧ આવું મંતવ્ય કદી સિદ્ધ થઈ શકે નહીં. જો બધા પદાર્થો સામે હોય તો જ “આ બધા પદાર્થો ક્ષણિક છે' એવું જ્ઞાન ઉત્પન્ન થાય; પણ બૌદ્ધમતમાં તો એક જ્ઞાન એક જ પદાર્થને વિષય કરે છે, તે કારણે પણ એક જ્ઞાનથી બધા પદાર્થોની ક્ષણિકતા જ્ઞાત થઈ શકે નહીં.
વળી, જ્ઞાન એક જ પદાર્થને વિષય કરનાર હોય, છતાં એકસાથે એવાં અનેક જ્ઞાનો જો ઉત્પન્ન થતાં હોય અને તે બધાં જ્ઞાનોનું અનુસંધાન કરનાર કોઈ એક આત્મા હોય તો જ તેને તે સર્વ વિષય સંબંધી ક્ષણિકતાનું જ્ઞાન એકસાથે સંભવે; પણ બૌદ્ધો તેવાં અનેક જ્ઞાનોની યુગપદુત્પત્તિ માનતા નથી, તે કારણે પણ સર્વ વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કદી પણ થઈ શકે નહીં.
વળી, જ્ઞાન એક હોય અને એક જ વિષયને એક સમયે જાણતું હોય, પણ જો તે ક્ષણિક ન હોય તો તે ક્રમશઃ બધી વસ્તુની ક્ષણિકતાનું પરિસ્સાન કરી શકે; પરંતુ બૌદ્ધો વિજ્ઞાનને ક્ષણિક માને છે, તેથી તે સર્વ વસ્તુની ક્ષણિકતાનું પરિજ્ઞાન કરી શકે જ નહીં. ક્ષણિક વિજ્ઞાન “બધી વસ્તુ ક્ષણિક છે' એમ નથી જાણી શકતું, માટે વિજ્ઞાનને અક્ષણિક માનવું જોઈએ અને તે ગુણ હોવાથી નિરાધાર ન રહી શકે, તેથી ગુણી એવો નિત્ય આત્મા પણ માનવો જોઈએ. આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે બૌદ્ધમતાનુસાર વિજ્ઞાન સ્વવિષયમાં જ નિયત છે અને વળી તે ક્ષણિક પણ છે, તેથી તેવું વિજ્ઞાન અનેક વિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ધર્મો, જેવાં કે ક્ષણિકતા, દુ:ખ વગેરેને કેવી રીતે જાણી શકે? કારણ કે તે વિષયો તે જ્ઞાનના છે નહીં અને તે જ્ઞાન ક્ષણિક હોવાથી તે વિષયોને તે ક્રમશઃ પણ જાણી શકે એવો સંભવ નથી. આ પ્રકારે સ્વવિષયથી ભિન્ન એવા બધા પદાર્થો તે જ્ઞાનના અવિષય જ છે; તેથી તે સર્વની ક્ષણિકતા આદિનું પરિજ્ઞાન સંભવતું નથી. ૧- જુઓ : હેતુબિન્દુ', પૃ.૪૪
'यत् सत् तत् क्षणिकमेव ।' ૨- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૭૫
'जं सविसयणियतं चिय जम्माणंयरहतं च तं कध ण । णाहिति सुबहुअविण्णाणविसय खणभंगतादीणि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org