________________
ગાથા-૬૯
૪૧૫
અત્રે બૌદ્ધો એમ દલીલ કરે છે કે વિજ્ઞાન ભલે એક જ વસ્તુને વિષય કરનાર હોય અને વળી તે ક્ષણિક પણ હોય, તોપણ તે બધી વસ્તુના ક્ષણભંગને સ્વની જેમ તેમજ સ્વવિષયની જેમ અનુમાનથી જાણી શકશે. તાત્પર્ય એ છે કે તે વિજ્ઞાન અનુમાન કરશે કે “સંસારનાં બધાં જ્ઞાનો ક્ષણિક જ હોવાં જોઈએ, કારણ કે જે જ્ઞાનો છે તે બધાં જ્ઞાન હોવાથી મારી જેમ જ ક્ષણિક હોવાં જોઈએ અને તેના વિષયો પણ ક્ષણિક હોવા જોઈએ, કારણ કે તે બધા પણ મારા વિષયની જેમ જ્ઞાનના જ વિષયો છે. મારો વિષય ક્ષણિક છે, તેથી તે બધા પણ ક્ષણિક હોવા જોઈએ. આ પ્રકારે જ્ઞાન એક જ વસ્તુને વિષય કરે છે અને તે ક્ષણિક હોવા છતાં પણ તે સમસ્ત વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે છે. પરંતુ બૌદ્ધોના આ ઉત્તરો અયુક્ત છે, કારણ કે પ્રથમ બીજાં જ્ઞાનોની સત્તા અને બીજા વિષયોની સત્તા સિદ્ધ હોય તો જ તે બધાંની ક્ષણિકતાનું અનુમાન થઈ શકે, કેમ કે પ્રસિદ્ધધર્મી પક્ષ બને છે' એવો સિદ્ધાંત છે; પણ તે સર્વની સત્તાને જ તે ક્ષણિક વિજ્ઞાન સિદ્ધ કરી શકતું નથી તો તે સર્વની ક્ષણિકતાની સિદ્ધિની તો વાત જ દૂર રહી જાય છે.
આ વિષે બૌદ્ધો એમ કહે છે કે બીજાં વિજ્ઞાનની અને બીજા વિષયોની સિદ્ધિ પણ વિજ્ઞાન તે જ પ્રમાણે અનુમાનથી જ કરશે કે “જેમ મારું અસ્તિત્વ છે તેમ અન્ય જ્ઞાનોનું પણ અસ્તિત્વ હોવું જોઈએ અને જેમ મારો વિષય છે તેમ અન્ય જ્ઞાનના વિષયો પણ હોવા જોઈએ'; અને પછી નિશ્ચય કરશે કે “જેમ હું પોતે ક્ષણિક છું અને મારો વિષય ક્ષણિક છે, તેમ તે બધા જ્ઞાનો અને તેના વિષયો પણ ક્ષણિક જ હોવાં જોઈએ.' પરંતુ આ કથન યુક્તિસંગત નથી, કારણ કે તેમણે માનેલ સર્વ વસ્તુની ક્ષણિકતાને જાણનાર વિજ્ઞાન સ્વયં જ જન્મ થતાંની સાથે નષ્ટ થાય છે, તેથી તે પોતાના જ નાશને અને પોતાની જ ક્ષણિકતાને જાણવા માટે અસમર્થ છે તો બીજાં જ્ઞાનો અને તેના વિષયોને અને તે સર્વની ક્ષણિકતાને જાણવામાં તો અસમર્થ જ હોય તે સ્વાભાવિક છે.
વળી, તે ક્ષણિક જ્ઞાન પોતાના જ વિષયની ક્ષણિકતા પોતે પણ જાણી શકતું નથી, કારણ કે જ્ઞાન અને તેનો વિષય બન્ને એક જ કાળમાં વિનષ્ટ થાય છે. જો તે જ્ઞાન પોતાના વિષયનો વિનાશ થતો જુએ અને તેના આધારે તેની ક્ષણિકતાનો નિર્ણય કરે અને પછી જ તે પોતે નષ્ટ થાય તો જ તે સ્વવિષયની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે; પણ તેવું તો બનતું નથી, કારણ કે બૌદ્ધોના મત પ્રમાણે જ્ઞાન અને વિષય બને એક જ કાળમાં પોતાની ઉત્તરક્ષણોને ઉત્પન કરીને વિનષ્ટ થાય છે. વિષયની ક્ષણિકતાને જાણવા માટે અન્ય સંવેદન અથવા ઇન્દ્રિયપ્રત્યક્ષનું સામર્થ્ય પણ નથી અને ઉક્ત પ્રકારે અનુમાન તો ત્યાં ઘટી શકતું જ નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતા બૌદ્ધોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org