________________
૪૧૬
પણ અજ્ઞાત જ રહે છે.
બૌદ્ધો એમ દલીલ કરે છે કે પૂર્વ પૂર્વ વિજ્ઞાનોથી ઉત્તર ઉત્તર વિજ્ઞાનોમાં એવી એક વાસના ઉત્પન્ન થાય છે કે જેથી વિજ્ઞાન એક જ વસ્તુને વિષય કરતું હોય અને ક્ષણિક હોય છતાં સર્વ વિજ્ઞાનોના અને તેના વિષયોના સત્ત્વ-ક્ષણિકતાદિ ધર્મોને જાણી શકે છે. આ પ્રકારે બધી વસ્તુઓની ક્ષણિકતા અજ્ઞાત રહેતી નથી, તેથી સર્વની ક્ષણિકતાને માનવામાં કોઈ વિરોધ નથી. પરંતુ બૌદ્ધોએ બતાવેલ વાસના પણ તો જ સંભવે જો વાસ્ય અને વાસક એવાં બન્ને જ્ઞાનો એક કાળમાં ભેગાં મળતાં હોય, પણ બૌદ્ધોના મત મુજબ ઉક્ત બન્ને જ્ઞાનોની એક જ કાળમાં વિદ્યમાનતા સંભવતી નથી. જો બન્ને જ્ઞાનો એક જ કાળમાં સંયુક્ત થાય તો તો તે જ્ઞાનોની ક્ષણિકતાની હાનિ થાય. તો પછી બધાં જ્ઞાનો અને બધા વિષયોની ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થઈ શકે? વળી, તે વાસના પણ જો ક્ષણિક હોય તો તેનાથી પણ જ્ઞાનની જેમ સર્વક્ષણિકતા સિદ્ધ થઈ શકે નહીં અને જો વાસના પોતે અક્ષણિક હોય તો બૌદ્ધોની પ્રતિજ્ઞા કે બધું જ ક્ષણિક છે, તેનો બાધ થઈ જશે. આમ, વાસનાના આધારે પણ સર્વ વસ્તુની ક્ષણિકતા સિદ્ધ થઈ શકતી નથી.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આ રીતે વિજ્ઞાનને એકાંત ક્ષણિક અને એક વિષયને ગ્રહણ કરનાર માનવા છતાં જો સર્વ વસ્તુઓની ક્ષણિકતાનું જ્ઞાન કરવું હોય તો પૂર્વોક્ત પ્રકારે નીચેના દોષોની આપત્તિ આવે છે
–
૧) એક વિજ્ઞાનનો એક જ વિષય નહીં પણ એક જ વિજ્ઞાન અનેક વિષયોને જાણી શકે છે તેમ માનવું પડે છે, અથવા
૨) એકસાથે અનેક વિજ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે છે અને એ બધાં વિજ્ઞાનોનો આશ્રય એવો એક આત્મા પણ માનવો પડે છે, અથવા
૩) વિજ્ઞાનને અક્ષણિક માનવું પડે, જેથી તે સર્વ વસ્તુની ક્ષણિકતાને ક્રમશઃ જાણી શકે. આ પ્રકારનું વિજ્ઞાન માનવામાં આવે તો તેનામાં અને નિત્ય આત્મામાં માત્ર નામનો જ ભેદ રહે છે, તેથી વસ્તુતઃ ક્ષણિક વિજ્ઞાન નહીં પણ નિત્ય આત્મા જ માનવો પડે છે.
Jain Education International
વિજ્ઞાનને એકાંત ક્ષણસ્થાયી માનવા જતાં ઉક્ત તેમજ બીજા પણ ઘણા દોષોની આપત્તિ આવે છે. આત્માની ક્ષણિકતાના વિપક્ષમાં અનેક પ્રશ્નો ઊઠે છે, જેમ કે ચિત્તધારાનો પુરવઠો ક્યાંથી આવે છે? જેમ વીજળીનો ગોળો સતત એકરૂપે બળ્યા કરે છે, કારણ કે કોઈ એક જનરેટર તેને સતત પુરવઠો પૂરો પાડી રહ્યું છે. તેના વિના તે ગોળામાં પ્રકાશની શક્તિ આવે નહીં અને પ્રકાશ આપવાની ક્રિયા થઈ શકે નહીં. હવે જો આત્મા પણ ક્ષણિક હોય અને દીપકની માફક જો તે પ્રતિક્ષણ ઉત્પન્ન-નાશ થયા
For Private & Personal Use Only
www.jainelibrary.org