________________
૭૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ છે, માટે આત્માને કાળાદિની ઉપમા આપવાથી આત્માની સિદ્ધિ થતી નથી. આમ, ઉપમાનપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. (૫) અર્થાપત્તિથી જીવ અસિદ્ધ છે.
અર્થપત્તિપ્રમાણથી આત્મા સિદ્ધ થઈ શકતો નથી, જેમ કે વાદળના અભાવમાં વૃષ્ટિ નથી થતી’ એમ કહેતાં અર્થપત્તિથી જ જાણી શકાય છે કે વાદળના હોવાથી વૃષ્ટિ થાય છે. પરંતુ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેનું અસ્તિત્વ આત્માને માનીએ તો જ ઘટી શકે, માટે આત્માનું અસ્તિત્વ નથી. આમ, અર્થપત્તિ વડે પણ આત્મા સિદ્ધ થતો નથી.
પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થોપત્તિ એ કોઈ પણ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી. આત્મા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતો નથી, માટે તેનો અભાવ માનવા યોગ્ય છે. પ્રત્યક્ષ આદિ અનેક પ્રમાણોથી આત્મા સિદ્ધ થતો જણાતો નથી, એટલે આત્મતત્ત્વને માનવાનો સવાલ જ ક્યાંથી ઉત્પન્ન થાય? જાણવા યોગ્ય એવા કોઈ પણ પ્રમાણથી જે પદાર્થ જણાતો જ ન હોય તો તેની સત્તા કેવી રીતે માનવી? આ પ્રમાણે ‘વિશેષાવશ્યકભાષ્ય'માં શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની ‘આત્મા નથી' એવી માન્યતાયુક્ત દલીલો દર્શાવી છે.
આ પ્રમાણેનો પ્રમાણવિચાર ચાર્વાકમતમાં પણ થયેલો છે. ચાર્વાકમતમાં પ્રત્યક્ષપ્રમાણને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન માનેલ છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ જ્ઞાનના યોગ્ય પ્રમાણ તરીકે સ્વીકારે છે. તેમના મત મુજબ પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે. પ્રત્યક્ષ એટલે આંખ સામે હોય તે; અથવા વિશાળ અર્થમાં લઈએ તો ઇન્દ્રિયસન્મુખ હોય તે, અર્થાત્ જે એક અથવા વધુ ઇન્દ્રિયની સન્મુખ હોય તે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે. તે જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવાય કે જેમાં જ્ઞાન માટે અન્ય કોઈ કરણ કે સાધન અપેક્ષિત ન હોય. અનુમાનમાં વ્યાપ્તિ જ્ઞાન, ઉપમાનમાં સાદશ્ય જ્ઞાન, શબ્દ(આગમ)માં પદ જ્ઞાન તથા સ્મૃતિમાં અનુભવ આદિ કરણો કે સાધનોનો ઉપયોગ થતો હોય છે.
ચાર્વાકમતવાદીઓ અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહે છે કે અનુમાનની કરોડરજ્જુ સમાન જે વ્યાપ્તિ સંબંધ છે, તેનો જો નિઃસંદેહ સ્વીકાર થઈ શકતો હોય તો જ અનુમાનપ્રમાણ યોગ્ય ઠરે. દા.ત. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય' - આવું વ્યાપ્તિવિધાન ત્યારે જ કરી શકાય કે જ્યારે સર્વ ધુમાડાવાળાં સ્થળોએ ખરેખર અગ્નિની હાજરી હોય; પરંતુ બધાં જ ધુમાડાવાળાં સ્થળોનું ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી, માટે ધુમાડા અને અગ્નિ વચ્ચે કોઈ વાસ્તવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org