________________
ગાથા-૭૬
૫૬૫
સાંખ્ય દર્શન પ્રમાણે આત્મા સદા અસંગ છે, જ્યારે જૈન દર્શન પ્રમાણે આત્માનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે અને તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે; તેથી જ શ્રીગુરુએ આ ગાથામાં શિષ્યને કહ્યું કે આત્મા પરમાર્થથી, અર્થાત્ સ્વભાવથી શુદ્ધ હોવા છતાં વર્તમાન અવસ્થાએ અશુદ્ધ છે અને પુરુષાર્થ વડે તે અશુદ્ધતા દૂર કરવાથી આત્મા અવસ્થામાં તથારૂપ શુદ્ધ અને અસંગ થાય છે. જે ક્રોધાદિ લાગણીઓ થાય છે તે કાંઈ જડને થતી નથી, પણ પોતાની વર્તમાન અવસ્થામાં ચેતન પોતે જ કરે છે. જો ચેતન શુદ્ધ જ હોય તો ભૂલ કોની અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો ઉપદેશ કોને? અને શા માટે?
જીવને જો સદા શુદ્ધ માનવામાં આવે તો તે માનવું ન્યાયથી બાધિત થાય છે. જો જીવ સદા શુદ્ધ જ રહ્યો હોય તો તેને સંસાર કેવી રીતે હોઈ શકે? જીવને સદા શુદ્ધ માનવાથી ન તો સંસાર સિદ્ધ થઈ શકે છે અને ન મોક્ષ પણ સિદ્ધ થઈ શકે છે અથવા બન્નેમાં અભેદતા જ સિદ્ધ થાય છે. પરિભ્રમણનું નામ જ સંસાર છે, તે અશુદ્ધતા વિના હોઈ શકે નહીં. જો માત્ર શુદ્ધતા માનવામાં આવે તો સંસારનો અભાવ થશે અને સંસારના અભાવમાં મુક્તિ થવી પણ અસંભવ છે, કેમ કે મુક્તિ સંસારપૂર્વક જ હોય છે. જે બંધાયો જ નથી તે મુક્ત પણ કઈ રીતે થાય? તેથી જીવને સદા શુદ્ધ માનવાથી તેનામાં સંસાર અને મોક્ષ બને ઘટી શકતા નથી અથવા તે બન્નેમાં કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થતો નથી. મોક્ષમાર્ગ માનવો પણ મિથ્યા કરે છે. જીવને સદા શુદ્ધ માનવાથી ઉદ્ભવતો અનિષ્ટપણાનો પ્રસંગ દર્શાવતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે જો જીવ સદા શુદ્ધ હોય તો પછી મોક્ષનું નિરૂપણ વ્યર્થ છે અને આ વાત ઈષ્ટ નથી, કેમ કે મોક્ષ માટે જે શ્રમ કરવામાં આવે છે તે બધો વ્યર્થ જશે. જો મોક્ષની વ્યવસ્થા અને તેનો ઉપાય જ નિરર્થક હોય તો ન પ્રમાણ બને છે, ન તેનું ફળ બને છે, ન સાધન બને છે, ન સાધ્ય બને છે, ન કારણ બને છે અને ન ક્રિયા બને છે, બધાનો લોપ થઈ જાય છે.'
શિષ્યના જણાવ્યા પ્રમાણે જીવને સર્વથા શુદ્ધ માનવાથી મોક્ષનું વિવેચન અને તેની પ્રાપ્તિનો ઉપાય આદિ બધી વાતો નકામી કરે છે. જીવન પર્યાયે અશુદ્ધ માનવાથી સંસાર, મોક્ષ, તેનો ઉપાય, સાધ્ય, સાધન, ક્રિયા, કારક, પ્રમાણ, તેનું ફળ બધી વાત ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૯૬૦-૯૬૧
'जीवश्चेत्सर्वतः शुद्धो मोक्षादेशो निरर्थकः । नेष्टमिष्टत्वमत्रापि तदर्थं वा वृथा श्रमः ।। सर्वं विप्लवतेऽप्येवं न प्रमाणं न तत्फलम् । साधनं साध्यमावश्च न स्याद्वा कारकक्रिया ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org