________________
ગાથા-૮૦
૬૩૫
જો ફળ આપવું એ ઈશ્વરની ઇચ્છાને આધીન હોય તો કર્મ અને કર્મફળની વચ્ચે કોઈ સુમેળ રહે નહીં. કર્મ કરવાં એ જીવની ઇચ્છા અનુસાર હોય અને ફળ આપવું એ ઈશ્વરની ઇચ્છા અનુસાર હોય તો તો જીવનાં કર્મ અને કર્મફળને કોઈ સંબંધ રહે નહીં. જો ઈશ્વર જીવનાં કર્મ અનુસાર ફળ આપતો હોય તો જ કર્મ અને ફળની સુસંગતતા જળવાઈ શકે.
- ફળ આપવું ઈશ્વરની ઇચ્છાને આધીન છે એમ માનવામાં આવે તો પછી ખરાબ કાર્યો કરનારને ઈશ્વર માફી આપી, પોતાની ઇચ્છા અનુસાર સારાં ફળ આપી શકે તથા સારાં કાર્યો કરનારને પણ ખરાબ ફળ આપી શકે. આ પ્રમાણે સ્વીકારવાથી તો કાર્યોમાં સારા-ખરાબપણાનો વિવેક જ નહીં રહે. ઈશ્વર જો સ્વ-ઇચ્છા અનુસાર ફળ આપતો હોય તો ખરાબ-સારાં કાર્યોનો, હેય-ઉપાદેયનો વિવેક વ્યર્થ ઠરશે. કર્તવ્ય-અકર્તવ્યની, વિધિ-નિષેધની વાતો નિરર્થક ઠરશે. ધર્મ-અધર્મની જે વ્યવસ્થા છે તેનો નાશ થઈ જશે.
ઈશ્વર જીવોનાં કર્મો અનુસાર નહીં પણ પોતાની ઇચ્છા મુજબ જ ફળ આપતો હોય, ખરાબ કર્મ કરનારને પણ જો ઈશ્વરની ઇચ્છા અનુસાર સારાં ફળ મળી જતાં હોય તો કોઈ પણ જીવ શા માટે સારાં કાર્યો કરે? શા માટે જપ, તપ, દાન આદિ કરે? મનગમતાં કર્મ કરીને મોજમજા ન કરે? પછી ભલેને તે પાપ કર્મ જ હોય.
જો વિદ્યાર્થીને એમ ખબર પડે કે પરીક્ષામાં મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થતું નથી, પણ પરીક્ષકની ઇચ્છા અનુસાર ફળ પ્રાપ્ત થાય છે, તો તેને પરીક્ષા અર્થે ઉદ્યમ કરવાનું વ્યર્થ લાગશે. તે કહેશે કે શા માટે મહેનત કરવી? શા માટે ઉજાગરા કરીને ભણવું? કેમ કે ફળ તો પરીક્ષક એની ઇચ્છા મુજબ જ આપવાનો છેને! તેવી જ રીતે જો સુખ-દુઃખ ઈશ્વરાધીન હોય તો શુભ-અશુભ કર્મ કરવાનો વિવેક વ્યર્થ ઠરે.
જીવે કરેલાં સારાં-ખરાબ કાર્યો અનુસાર ઈશ્વર જીવને ફળ ન આપે તો ઈશ્વર અન્યાયી ઠરે છે. જીવે જે શુભ-અશુભ કર્મો કર્યા હોય એનું ફળ જો તેને ન મળે તો ઈશ્વરે તેને અન્યાય કર્યો કહેવાય. એને ન્યાય કેવી રીતે કહેવાય? ન્યાય તેને કહે છે કે
જ્યાં કર્મ અનુસાર યોગ્ય જ ફળ મળે. અપરાધ કરનારને યોગ્ય દંડ અપાય તે ન્યાય કહેવાય છે. જેણે જેટલો અને જેવો અપરાધ કર્યો તેને તેટલો અને તેવો દંડ આપવો તેનું નામ જાય છે અને જો અપરાધીને દંડ ન આપવામાં આવે તો ન્યાયનો નાશ થઈ જાય. એક અપરાધી લૂંટારાને કાંઈ પણ દંડ આપ્યા વિના છોડી મૂકવો એ ન્યાયનો નાશ છે. અપરાધી જીવોને દુર્ગતિ આદિ દંડ ન આપવાથી ઈશ્વર શું ન્યાયી ઠરશે? જો ઈશ્વર અપરાધીને દંડ આપ્યા વિના છોડી મૂકે તો તે ન્યાયી નહીં રહે. દંડ આપવાનું પ્રયોજન એ છે કે જીવ અપરાધ કરવાથી દૂર રહે, પરંતુ ઈશ્વર દયા કરી અપરાધીને દિંડ આપ્યા વિના છોડી મૂકે તો તે અપરાધ કરવાથી અટકે જ નહીં, અપરાધ કર્યા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org