________________
ગાથા-૪૫
૪૩
આવ્યો છે. સાંખ્યનો પુરુષ એ જ આત્મા છે. સાંખ્ય દર્શનના મત મુજબ પ્રત્યેક દેહમાં પૃથક્ પૃથક પુરુષ છે. સંસારમાં અનેક પુરુષો એટલે કે આત્માઓ છે. પુરુષ સ્વયંસિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, નિર્ગુણ છે, સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે, પ્રકૃતિથી પર છે, બુદ્ધિ-મન-ઇન્દ્રિયોથી પર છે, દિશા-કાલથી પર છે અને કાર્ય-કારણભાવથી પણ પર છે. તે સનાતન સાક્ષીરૂપ છે, પૂર્ણ છે, અવ્યય છે, ચિતૂપ છે. પુરુષ ચૈતન્યરૂપ હોવાથી પોતે જ જ્ઞાતા છે. સાંખ્યમત પ્રમાણે પુરુષ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. સાંખ્ય દર્શન આત્માને કૂટસ્થ માની એમાં કોઈ જાતનું પરિણામ માનતું નથી. ગુણ-ગુણી ભાવ અથવા ધર્મ-ધર્મ ભાવનો સ્વીકાર ન કરવાથી કોઈ પણ પ્રકારના ગુણ અથવા ધર્મનો સદ્ભાવ અથવા પરિણામ સાંખ્ય દર્શન માનતું નથી. સાંખ્ય દર્શનના મત પ્રમાણે પુરુષ અસંગ, અલિપ્ત અને અકર્તા છે. પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી પણ તેના ઉપર ભોસ્તૃત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુઃખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે; પણ બુદ્ધિ તો પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. આમ, પુરુષ કર્તા-ભોક્તા નથી, સાક્ષી છે. સાંખ્યમત પ્રમાણે આત્મા આનંદમય નથી. આનંદ એ પ્રકૃતિનો ગુણ છે. પુરુષ તો અવિકારી, કૂટસ્થ, નિષ્ક્રિય અને અસંગ છે. તે સુખ-દુ:ખથી પર છે. (૭) યોગ દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ
યોગ દર્શન અનુસાર જીવ સ્વતંત્ર પુરુષ છે, જે સ્થૂળ શરીર તેમજ ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર સાથે સંબંધિત છે. જીવ સ્વભાવથી શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. વાસ્તવિક રીતે તે શરીરનાં બંધનો અને માનસિક વિકારોથી મુક્ત છે, પણ અજ્ઞાનના કારણે તે ચિત્તની સાથે પોતાનું તાદામ્ય કહ્યું છે. ચિત્ત સ્વભાવથી જડ છે. પણ તેનો આત્મા સાથે સૌથી નિકટ સંપર્ક હોવાના કારણે તે આત્માના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જ્યારે ચિત્તનો કોઈ પણ વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે તે, તે જ વિષયનો આકાર ધારણ કરી લે છે. આ વિષયોના અનુરૂપ ચિત્તવિકારો દ્વારા આત્માને વિષયોનું જ્ઞાન થાય છે. જો કે આત્મામાં પોતાનાં કોઈ વિકાર કે પરિણામ નથી હોતાં, તોપણ પરિવર્તનશીલ ચિત્તવૃત્તિઓમાં તે પ્રતિબિંબિત થવાના કારણે તેમાં પરિવર્તનનો આભાસ થાય છે. જ્યાં સુધી ચિત્તમાં વિકાર અને પરિણામ હોય છે ત્યાં સુધી તેના ઉપર આત્માનો પ્રકાશ પડ્યા કરે છે અને તેનામાં વિવેકજ્ઞાનનો અભાવ હોવાથી આત્મા તેમાં જ પોતાને જોવા લાગે છે. તેના ફળસ્વરૂપે તે સાંસારિક વિષયોથી સુખ-દુ:ખનો અનુભવ કરવા લાગે છે અને તેમાં રાગ-દ્વેષના ભાવ કરવા લાગે છે. આ જ આત્માનું બંધન છે. આ બંધનથી મુક્ત થવા શરીર, ઇન્દ્રિય, મન અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. જ્યારે કાર્યચિત્તનો ધારાપ્રવાહ બંધ થઈ જાય છે અને તે કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org