________________
૪૨
* શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી પણ એક આકસ્મિક ગુણ છે. આત્મામાં ચેતનાનો સંચાર ત્યારે જ થાય છે જ્યારે તેનો મન જોડે, મનનો ઇન્દ્રિય જોડે અને ઇન્દ્રિયનો બાહ્ય વસ્તુઓ જોડે સંપર્ક થાય છે. આવો સંપર્ક જો ન થાય તો આત્મામાં ચૈતન્યનો ઉદય જ થાય નહીં. તેથી આત્મા જ્યારે શરીરથી મુક્તિ મેળવે છે ત્યારે તેનામાં જ્ઞાનનો અભાવ હોય છે. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં, અર્થાત્ નિર્ગુણ ભાવમાં રહે છે. આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે આત્મા સ્વરૂપથી અચેતન અથવા જડ છે. નૈયાયિકોના મત પ્રમાણે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે કે ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે. આત્મા ફૂટસ્થ નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ કે નાશ થતાં નથી. નૈયાયિકોના મત અનુસાર આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. (૫) વૈશેષિક દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ
વૈશેષિક દર્શનના મત અનુસાર સંસારી આત્માના નવ વિશેષ ગુણો છે - બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. વૈશેષિક દર્શન કહે છે કે જ્ઞાનાદિ આત્માના ગુણો છે, જે નિત્ય નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા અને જડ તત્ત્વમાં ભેદ માત્ર એટલો જ છે કે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થવાની શક્યતા છે, જ્યારે જડમાં તે શક્યતા નથી. શરીર સાથેનો સંપર્ક છૂટી ગયા પછી આત્માને વિષયજ્ઞાન રહેતું નથી. મોક્ષાવસ્થામાં આત્મા સુખ, દુઃખ આદિ બધા અનુભવથી રહિત બની જાય છે. વૈશેષિક દર્શન જીવતત્ત્વને કૂટસ્થ નિત્ય માને છે. તેના પ્રમાણે આત્મામાં સીધી રીતે કર્તુત્વ કે ભોસ્તૃત્વ ઘટાવી ન શકાય, તેથી તે આત્માના કર્તુત્વ-ભોસ્તૃત્વને ગુણોના ઉત્પાદ-વિનાશના આધારે ઘટાવે છે. વૈશેષિકમત કહે છે કે જ્યારે જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો હોય છે ત્યારે જીવ કર્તા અને ભોક્તા હોય છે, પણ એ ગુણોનો સર્વથા અભાવ થાય ત્યારે મુક્ત દશામાં સાક્ષાત્ ત્વિ-ભોક્તત્વ નથી રહેતું. શરીરભેદે ભિન્ન એવાં અનંત જીવદ્રવ્યોનો વૈશેષિકમત સ્વીકાર કરે છે. તેઓ માને છે કે આત્મા નિત્ય તેમજ વ્યાપક છે. પરંતુ શરીર સાથે જોડાવાથી તેમાં જ્ઞાન, પ્રયત્ન વગેરે સીમિત બને છે. વૈશેષિક દર્શન પ્રમાણે જીવો તો વ્યાપક હોવાથી ગમનાગમન કરી શકતા નથી, પણ દરેક જીવને એક એક પરમાણુરૂપ મન છે. એ મન એક દેહનો સંયોગ પૂરો થતાં જ્યાં દેહાંતર થવાનું હોય ત્યાં ગતિ કરીને જાય છે. મનનું આ સ્થાનાંતર એ જ આત્માનો પુનર્જન્મ છે. આમ, વૈશેષિકમત પ્રમાણે પુનર્જન્મનો અર્થ જીવનું સ્થાનાંતર નહીં પણ મનનું સ્થાનાંતર છે. (૬) સાંખ્ય દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
સાંખ્ય દર્શન દ્વૈતવાદી છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનો સ્વીકાર કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org