________________
૪૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેમના શિષ્યોને પાછા ગચ્છમાં દાખલ કર્યા. આમ, તેમને એકાંત ક્ષણિકવાદનું મિથ્યાપણું સમજાયું અને સમ્યક્ તત્ત્વનિર્ણય થયો.
પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ ક્ષણિકવાદનું મિથ્યાપણું દર્શાવતાં જણાવે છે કે આત્મા ક્ષણિક નથી તેની સાબિતી એ છે કે ક્ષણિકપણાનું જ્ઞાન કરીને જે તેને કહે છે તે ક્ષણિક હોઈ શકે નહીં. જે ક્ષણિકપણાનું જ્ઞાન કરે છે તે જો ક્ષણિક હોય તો, તે જાણનાર તો બીજી જ ક્ષણે નાશ પામી જાય છે, તે પોતાના અનુભવનું કથન કરવા બચતો નથી અને તેથી ક્ષણિકપણાનું કથન અસંભવ બને છે. જો તે ક્ષણિકપણાનું કથન કરવા ટકે તો તે પોતે જ અક્ષણિક ઠરે છે, માટે આત્માની ક્ષણિકતાનું કથન જ આત્માની અક્ષણિકતાની સિદ્ધિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે –
‘અથવા જ્ઞાન ક્ષણિકનું, થતું સદા સમજાય; સર્વ પ્રકાર સ્મૃતિ રહે, તેથી નિત્ય જણાય. અનેકતઃ શૈલી વડે, જે જાણી વદનાર; સ્યાદ્વાદી અનુભવે, તે ન અનિત્ય થનાર. હર્ષ, શોક, સુખ, દુઃખ, ક્ષણિક, જાણ કરી વિચાર; વદનારો તે ક્ષણિક નહિ, જણાય હૃદય મઝાર. સદ્દગુરુ ચરણ ઉપાસના, વિનય સુભક્તિ અપાર; કરી સહજ નિજ સ્વરૂપનો, કર અનુભવ નિર્ધાર.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૦-૨૩૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૭૩-૨૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org