________________
ગાથા - ૮૩
ગાથા
- ગાથા ૮૨માં શ્રીગુરુએ કહ્યું કે ભાવકર્મ એ જીવની પોતાની ભાંતિ છે, ભૂમિકા |
1] માટે તે ચેતનરૂપ છે. તેવી ભ્રાંતિમય ચેતનાથી જીવનું વીર્ય સ્કુરાયમાન થતાં યોગ ચંચળ થાય છે અને ત્યારે જડ પુદ્ગલપરમાણુરૂપ કર્મરજનું આત્મામાં ગ્રહણ થાય છે.
આમ, આત્માની વિભાવપરિણતિરૂપ ભૂલનું નિમિત્ત પામીને જડ કર્મjજ આત્માના પ્રદેશ સાથે બંધાય છે, અર્થાત્ ચેતનની જ પ્રેરણાથી જડ કર્મનું ગ્રહણ અને બંધન થાય છે. જીવે નિબંધન કરેલાં જડ કર્મ કઈ રીતે ફળ આપે છે અને જીવ તેનો ભોક્તા કેવી રીતે બને છે તેનું સમાધાન ગાથા ૮૨થી શ્રીગુરુ કરી રહ્યા છે. જડ કર્મ પોતાનું ફળ ક્યા પ્રકારે આપે છે એ તથ્ય, સરળતાથી સમજી શકાય એવું દૃષ્ટાંત આપતાં શ્રીગુરુ કહે છે –
“ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય.” (૮૩) --= ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, અર્થ|
-1 તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. (૮૩)
ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. (૮૩)
2 કર્મ સ્વયમેવ ફળરૂપે પરિણમે છે એ તથ્ય જલદીથી ગ્રાહ્ય થાય તે અર્થે ભાવાર્થ
* એક સરળ દૃષ્ટાંત આપતાં શ્રીગુરુ કહે છે કે ઝેર અને સુધા પોતાના સ્વભાવને જાણતાં નથી, પરંતુ જે તેનો ઉપયોગ કરે છે તેને તથા પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શુભ અને અશુભ કર્મ પોતે કેવું ફળ આપવાના છે તે જાણતાં નથી; છતાં જેણે જેવું કર્મ કર્યું હોય, તેને તે પ્રકારનું ફળ આપે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org