________________
ગાથા-૫૦
૧૨૩
છે, તેમ શિષ્યની અનાદિ કાળની ભૂલ ભાંગવા માટે શ્રી ગુરુએ ગાથાને બેવડાવી ભૂલના મર્મ ઉપર સફળતાથી પ્રહાર કરેલ છે. અહો! પુરુષનો કરુણાભાવ કેવો હોય તે અહીં સમજાય છે. સ્વસંવેદન સ્વરૂપ જ્ઞાની મહાત્માની વાણીની અતિશયતા કેવી હોય તે લક્ષગત થાય છે અને અર્થની ગંભીરતા, અભૂતતા અને અપૂર્વતા અંતરમાં ઊતરી શોભાને પામે છે.’
શ્રીમદ્ જેવા મહાપુરુષોને કેવળ માહિતી (information) આપવામાં રસ હોતો નથી, પરંતુ જીવમાં રૂપાંતરણ (transformation) લાવવાનો ભાવ હોય છે. સ્વયંમાં રૂપાંતરણ લાવી, અન્યમાં તે લાવવાનું સામર્થ્ય ધરાવનાર પ્રજ્ઞાવંત પુરુષો જાણે છે કે સાંભળનાર જીવ અજ્ઞાની છે - મૂછિત છે, તેથી શક્ય છે કે માત્ર એક વાર કહેવાથી તે કદાચ ચૂકી જાય, પરંતુ વારંવાર કહેવાથી તેના અંતરમાં બોધ પાકો થશે અને જાગૃતિ આવશે. બોધ આપવા પાછળનો મૂળ આશય જીવને જગાડવાનો હોવાથી પુનરુક્તિ આવશ્યક બને છે. જેમ સૂતેલા બાળકને ઉઠાડવા માટે એકની એક વાત વારંવાર બોલવામાં આવે છે, તેમ મોહનિદ્રાની પ્રબળતામાં પડેલા જીવને જગાડવા માટે જ્ઞાની ભગવંતો પણ એકની એક વાત વારંવાર કહેતા રહે છે. વારંવાર એકનો એક બોધ થતાં તે જીવ જાગી જાય અને તેની સમક્ષ સત્ય ઉદ્ઘાટિત થવા પામે એ જ તેમનું પુનરુક્તિ કરવા પાછળનું કરુણામંડિત પ્રયોજન હોય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ અભેદ; નીર ભળેલું દૂધમાં, સઘળું દીસે શ્વેત; તેમ તને સમજાય છે, આત્મા દેહ સમાન; લોહ વિષે અગ્નિ મળે, એકપણાનું ભાન. કાષ્ટ વિષે અગ્નિ છતાં, સમજાય નહિ જેમ; પણ તે બન્ને ભિન્ન છે, દેહ અને જીવ તેમ. ભિન્ન ભિન્ન બે દ્રવ્ય એ, કંચુકી સર્પ સમાન; શ્રીફળમાં ગોળો જુદો, જેમ અસિ ને મ્યાન.' ૨
૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૬૫ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૯૭-૨૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org